GSTV

ડાયાબિટીસનાં દર્દીઓ ડાયેટમાં સામેલ કરે ફાઈબરયુક્ત આ ફૂડ આઈટમ, બ્લડશુગરને કંટ્રોલમાં રાખવા મળશે મદદ

Last Updated on August 22, 2020 by Mansi Patel

ડાયાબિટીસનાં દર્દીઓની ઈમ્યુનિટી નબળી હોય છે. જેને કારણે તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. દવાઓની સાથે સાથે હેલ્થી લાઈફસ્ટાઈલ પણ મધુમેહનાં રોગીઓ માટે બહુજ જરૂરી છે. સાથે જ આ બિમારીઓનાં દર્દીઓએ તેમના ખાવા-પીવાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી તેમના શરીરમાં ગ્લૂકોઝનું સ્તર ઠીક બની રહે. શરીરમાં જ્યારે પર્યાપ્ત માત્રામાં ઈંસ્યુલિન બની શકતું નથી તો લોકો ડાયાબિટીસની પરેશાનીથી પીડિત થાય છે. ઈંસ્યુલિન હાર્મોન બ્લડમાં શુગર અથવા ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરે છે. WHOના એક રિપોર્ટમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છેકે, વર્ષ 2030 સુધીમાં દુનિયામાં આ સાતમી સૌથી ઘાતક બિમારી બની જશે. ત્યારે ફાઈબરથી ભરપુર ખાદ્ય પદાર્થ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મદદગાર છે.

આ કારણે ડાયાબિટીસનાં દર્દીઓ માટે જરૂરી છે ફાઈબર

ફાઈબરયુક્ત ખાદ્ય પદાર્થોને ડાયેટમાં સામેલ કરવાથી શરીરની પાચન પ્રણાલી ચુસ્ત-દુરસ્ત રહે છે. સાથે જ ઈંટેસ્ટાઈન એટલેકે આંતરડા પણ મજબૂત રહે છે. ડાયાબિટીસનાં દર્દીઓમાં બ્લડ શુગરને કાબૂમાં રાખવામાં આ ફાઈબરસ ફૂડ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. એક શોધ મુજબ ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થો પચવામાં સરળ અને શર્કરા એટલેકે બ્લડ શુગરને નિયંત્રણ કરવામાં પણ સક્ષમ હોય છે.

ઓટ્સ

આજની ભાગદોડ ભરેલી લાઈફમાં લોકોની પાસે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ઘણો ઓછો હોય છે. સૌથી વધારે લોકો રેડી ટુ ઈટ ખાવાને મહત્વ આપે છે. એવામાં ઓટ્સ સૌથી સારા અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ સાબિત થઈ શકે છે. તેનું ગ્લાઈસેમિક ઈંડેક્સ લો હોય છે. સાથે જ ફાઈબરની માત્રા પણ ભરપુર હોય છે. ટાઈપ 2 ડાયાબિટીસનાં દર્દીઓ માટે ઓટ્સનું સેવન ફાયદાકારક સિદ્ધ થશે.

બ્રોકલી

ડાયાબિટીસનાં દર્દીઓને બ્રોકલી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ લીલા શાકભાજીમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર મળે છે. સાથે જ તેમાં હાજર કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. બ્રોકલી એન્ટી-ઓક્સીડેંટ્સ અને વિટામીન સીથી ભરપુર હોય છે. જે દર્દીઓને કોઈ પણ સંક્રમણથી બચાવીને રાખે છે.

ફળ

ઘણા પ્રકારનાં ફળોમાં પણ ફાઈબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. તેને ખાવાથી ડાયાબિટીસનાં દર્દીઓને ફાયદો થાય છે. સફરજન અને નાસપતિમાં પ્રચુર માત્રામાં ફાઈબર હોય છે. લગભગ 100 ગ્રામ સફરજનમાં 2.4 ગ્રામ અને નાસપતિમાં 3.1 ગ્રામ ફાઈબર હોય છે.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!