GSTV
Gujarat Government Advertisement

Diabetes બની શકે છે આ ગંભીર બીમારીઓનું કારણ, બચવા માટે કરો આ ઉપાય

Diabetes

Last Updated on February 17, 2021 by Mansi Patel

જયારે લાંબા સમય માટે શરીરનું બ્લડ સુગર હાઈ રહે છે તો આ શુગર ગ્લુકોઝને એનર્જીમાં બદલવા વાળા હાર્મોન ઈન્સુલિનનું ઉત્પાદન ઓછું થઇ જાય છે અને આ સ્થિતિને જ ડાયાબિટીસ કહે છે. તમને જાણીને હેરાની થશે કે આ બીમારીનો કોઈ નિશ્ચિત ઈલાજ નથી. એક વખત ડાયાબિટીઝ થયા પછી તમે એને સારી નથી કરી શકતા માત્ર દવાઓ અને ડાઈટને મેનેજ કરી શકો છો. પરંતુ સારી રીતે ઈલાજ ન થાય તો ડાયાબિટીઝની આ બીમારી બ્રેનથી લઇ હાર્ટ, કિડની, નસ, આંખ, ત્વચા અને રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડે છે જેના કારણે દર્દીઓ ઘણી બીમારીનો શિકાર બની જાય છે.

આંખોને સબંધિત બીમારીઓ

જો શરીરમાં હાઈ બ્લડ સુગરનું લેવલ લાંબા સમય સુધી બની રહે છે તો એના કારણે આખો પાછળ હાજર ખુબ જ નાની રક્તવાહિની ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. જેના કારણે રેટિનોપેથી, મોતિયાબિંદ, કાળા મોતિયાબિંદ અને મેક્યૂલર એડીમાં જેવી આંખોથી સબંધિત બીમારીઓ થઇ શકે છે. એમાં આંખોમાં સોજો થઇ જાય છે, જાંખુ દેખાવા લાગે છે અને ઘણી વખત આંખોથી તરળ પદાર્થ આવા લાગે છે.

કિડની ફેલ થવાનો ખતરો

ડાયાબિટીઝના કારણે ઘણા દર્દીઓને ડાયાબિટીક નેફ્રોપેથીની બીમારી થઇ જાય છે જે કિડની ફેલિયરનું કારણ બને છે. ડાયાબીટીઝથી પીડિત એક તિહાઈ લોકો આ બીમારીથી અવસ્થ છે. આ બીમારીથી પીડિત લોકોની ભૂખ ઓછી થઇ જાય છે, જીવ ગભરાવવા લાગે છે, ઉલ્ટી આવે છે, ઊંઘ આવતી નથી, હાથ, પગ અને ચહેરા પર સોજો આવે છે, સ્કિનમાં ખંજવાળ આવે છે. બ્લડ સુગર કંટ્રોલ કરી આ બીમારીનો ઈલાજ કરી શકાય છે.

હદય રોગનું કારણ બને છે ડાયાબિટીઝની બીમારી

ડાયાબિટીઝના દર્દીઓને કોરોનરી આર્ટરી ડીઝીઝ, કંજેસ્ટિવ હાર્ટ ફેલિયર અને હાર્ટ અટેક જેવા હ્ર્દય રોગ થવાનો ખતરો ઘણો વધુ હોય છે. નેશનલ હાર્ટ એસોસિએશનના આંકડા મુજબ ડાયાબિટીઝથી પીડિત 65% દર્દીઓને હ્ર્દય રોગથી મોતનો ખતરો ઘણો વધારે છે. ખાસ કરીને એ લોકોને જેમને ટાઈપ 2 ડાયાબિટીઝની બીમારી છે. એનું કારણ એ છે કે ડાયાબિટીઝના દર્દીઓની કોરોનરી આર્ટરી હાર્ડ થઇ જાય છે જેને હ્ર્દય રોગનો ખતરો વધે છે.

નસોને પણ થાય છે નુકસાન

ડાયાબિટીઝના કારણે કેટલાક લોકોમાં નર્વ પેન એટલે નસોમાં દુખાવાની સમસ્યા થઇ જાય છે જેથી પેરીફેરલ ન્યુરોપેથી કહેવામાં આવે છે અને આ બીમારીનો ઈલાજ મુશ્કેલ હોય છે. આ બીમારીમાં હાથાં, પગમાં અને આંગળીઓમાં સન્નાટાનો અહેસાસ થવા લાગે છે અને જોરથી દુખાવો થાય છે. આ બીમારી ટાઈપ 1 અને ટાઈપ 2 હેઠળના ડાયાબિટીઝના દર્દીઓને મળે છે.

ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે ડાયાબિટીઝ

ડાયાબિટીઝ દર 3માંથી 1 દર્દીની ત્વચાથી સબંધિત કોઈ ન કોઈ બીમારી અવશ્ય થાય છે. જોકે સમય પર ઈલાજ થાય તો આ બીમારી ગંભીર થતી નથી. બ્લડ સુગર લેવલ વધવાના કારણે બ્લડ ફ્લો યોગ્ય રહેતો નથી અને એના કારણે હાથ અને પગમાં ડ્રાય સ્કિનન કારણે ખજવાળ આવે છે. એ ઉપરાંત ડાયાબિટીઝના દર્દીઓને બેક્ટેરિયલ ઇન્ફેક્સન અને ફંગલ ઇન્ફેક્સનનો ખતરો વધી જાય છે.

ડાયાબિટીઝથી બચાવના ઉપાય

ડાયાબિટીઝથી બચવા માંગો છો તો પોતાની ડાઈટમાં શુગર અને રીફાઇન્ડ કર્બ્સનું સેવન ઓછું કરો, નિયમિત રૂપથી રોજ વર્કઆઉટ કરો, પાણી વધારે પીઓ, જો તમે ઓવરવેટ છે તો વજન ઓછો કરો, સ્મોકિંગની આદત છોડી દો, લો કાર્બોહાઇડ્રેટ અને હાઈ ફાઈબર ડાઈટનું સેવન કરો, બેસી રેવાની આદત છોડી કોઈ એક્ટિવિટી કરતા રહો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!