GSTV

હવે આ હસીનાએ સાજિદ ખાનની પોલ ખોલતાં કહ્યું ‘એકદમ હલકો માણસ છે’

Last Updated on October 16, 2018 by Bansari

ફિલ્મ મેકર સાજિદ ખાન પર અત્યાર સુધીમાં અનેક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવી દીધો છે. તે બાદ સાજિદની ફિલ્મ ‘હાઉસફુલ-4’થી હટાવી દેવામાં આવ્યો છે. સાજિદ ખાનની ફિલ્મ ‘બેબી’માં ગેસ્ટ અપીયરન્સ આપનારી એક્ટ્રેસ દિયા મિર્ઝાએ સાજિદ અંગે પોતાનાં વિચાર જણાવ્યાં હતાં.

વાતચીત દરમિયાન દિયાએ એ વાત સ્વીકારી કે સા‌જિદ ખાન ખરાબ વ્યકિત છે. તેણે કહ્યું કે હું ખૂબ જ પરેશાન થઇ છું અને માનું છું કે સા‌જિદ ખૂબ જ ખરાબ છે. તે એકદમ હલકો માણસ છે. મારા માટે પણ આ બાબતોની વિસ્તૃત જાણકારી ખૂબ જ ચોંકાવનારી છે. હું હંમેશાં એવા લોકોને ઓળખી જાઉં છું. મેં કામની જગ્યાએ ક્યારેય આવા લોકો સાથે સંબંધો બનાવીને સમય બગાડ્યો નથી.

દિયાએ કહ્યું કે, મને કલ્પના પણ ન હતી કે તે કોઇ મહિલા સાથે આ હદ સુધીનો દુર્વ્યવહાર કરી શકે છે. તેણે કહ્યું કે, તે સંપૂર્ણ રીતે સમજી શકે છે કે લોકોને કેવું લાગી રહ્યું હશે. પણ આ કહેવું ખોટુ છે કે જે નામ સામે આવી રહ્યાં છે તે ચોકાવનારા છે.

મારી સાથે ક્યારેય નથી બન્યુ આવું- પોતાનાં અનુભવ વિશે વાત કરતાં દિાયએ કહ્યું કે, ભાગ્યશાળી છુ કે હું ક્યારેય શારીરિક સતામણીનો ભોગ બની હતી. જોકે આવી ઘટનાઓ જરૂર થઇ છે જ્યારે મે કામ ગુમાવી દીધુ હોય. અને લોકોએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હોય કારણ કે મે તેમનાં વાહિયાત ઇરાદા સમજી લીધા હોય અને તેમના ઇશારા પર ચાલવાની ના પાડી દીધી હોય.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પ્રોડ્યુસર- ડિરેક્ટર સાજિદ ખાન પર એક્ટ્રેસ સલોની ચોપરાએ સંગીન આરોપ લગાવ્યા છે તે બાદ ફિલ્મ ‘ઉંગલી’ની એક્ટ્રેસે પણ સાજિદે તેની સાથે ગેરવર્તન કર્યુ હતું અને તેને છાતીનાં ભાગે અડ્યો હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!