GSTV
Home » News » સરકાર પાસે કૌભાંડો કરવા રૂપિયા છે પણ ગુજરાતની દિકરીને અાપવા માટે રૂપિયા નથી

સરકાર પાસે કૌભાંડો કરવા રૂપિયા છે પણ ગુજરાતની દિકરીને અાપવા માટે રૂપિયા નથી

તાજેતરમાં હિંમતનગરના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે દુષ્કર્મ કરવાની ઘટનાને કારણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે.  ઠાકોર સેના અા બાબતે અાક્રોશ ઠાલવી રહી છે. ઢુંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે આજે પાસના નેતા હાર્દિક પટેલે પીડીતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે સહાયની જાહેરાત કરી છે  પરંતુ તે હજુ સુધી મળી નથી. એ દુખની વાત છે તો સરકારને વિનંતી કરૂ છું કે એક મહિનામાં ફાંસીની સજા મળે તેવો ચુકાદો આવે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલાઓ સાથે જે બનાવો બને છે. તે દુ:ખની વાત છે. હું આજે એક ભાઈ તરીકે અહિ આવ્યો છું. હુ આજે કોઈ સમાજ તરીકે આવ્યો નથી. સરકાર મહિલાઓ સાથે ઉભી રહી શકતી નથી તેવું મને લાગે છે. સરકાર પાસે કૌભાંડ કરવા માટે રૂપિયા હોય છે તો આ દિકરીને આપવા માટે રૂપિયા નથી. તેવા આક્ષેપ સાથે હાર્દિકે સરકાર પર પ્રહાર કર્યા હતા.

Related posts

પણજીમાં યોજાનારી બેઠકમાં અમિત શાહે ગુજરાતના મોટાભાગના નેતાઓને શા માટે બોલાવ્યા ?

Mayur

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

Dharika Jansari

નેચરલ ગેસના ભાવમાં ઘટાડાથી, મુકેશ અંબાણીનું કરોડોનું રોકાણ ખતરામાં

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!