GSTV
Home » News » સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર થયેલી દુષ્કૃત્યની ઘટનાનો સમગ્ર જીલ્લામાં વિરોધ

સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર થયેલી દુષ્કૃત્યની ઘટનાનો સમગ્ર જીલ્લામાં વિરોધ

સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર થયેલી દુષ્કૃત્યની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને આજે ગાંભોઇ અને હિંમતનગર બંધનું એલાન આપવામા આવ્યુ છે. ગઇકાલે કોંગ્રેસની ટીમે પીડિતાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો પણ ઢુંઢર ગામે પહોંચીને દુષ્કર્મ પીડીતાના પરિવારજનો સાથે મુલાકાત કરીને ન્યાયની ખાતરી અપાવી હતી.

નોંધનીય છેકે ઢુંઢર ગામની સીમમાં અનુપમ સિરામિકની સામે ખાટલામાં બેસાડેલી 14 માસની બાળકીને રમાડવાના બહાને અનુપમ સિરામિક ફેક્ટરીમાં કામ કરતો મૂળ બિહારનો રવીન્દ્ર ગાંડે લઇ ગયો હતો. તેની સાથે દુષ્કર્મ આચરી નજીકમાં જ ખેતરમાં ફેંકી પાછો ફેક્ટરીમાં જતો રહ્યો હતો. મોડે સુધી બાળકીની શોધખોળ છતાં ન મળી. ભેગા થઇ ગયેલા ટોળાંએ ફેક્ટરીમાં ત્રણ ગાડી અને એક બાઇક મળી ચાર વાહનોને આગ ચાંપી તોડફોડ મચાવી હતી. તેમજ ગાંભોઈ- રણાસણ રોડ બ્લોક કર્યો હતો. જેને પગલે ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

સાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે સમગ્ર જીલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંમતનગરના રાયગઢ ગામમાં આજુબાજુના 7થી વધુ ગામના લોકોએ ભેગા થઈને કેન્ડલ માર્ચ યોજી હતી. સાથે ન્યાયની માગ સાથે રેલી કાઢીને આરોપીને ફાંસીની સજા મળે તેવી માગ ઉઠી છે.

Related posts

VIDEO : અમદાવાદમાં દારૂના અડ્ડા પર રેડ, મહિલા બુટલેગરને ટીંગાટોળી કરીને લઈ ગઈ પોલીસ

Nilesh Jethva

15 વર્ષીય સગીરાને લગ્ન માટે વેચી દેવાઇ, ફોટા સામે આવતા ભાંડો ઉટ્યો

Nilesh Jethva

હોસ્પિટલની ઘોર બેદરકારી : પોસ્ટમોર્ટમમાં લાવેલા મૃતદેહનું આ અંગ ઉંદરડો ખાઈ ગયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!