GSTV
Home » News » દેશમાં રાજનેતાઓ દ્વારા કેવી રીતે ઉજવાઇ ધૂળેટી : જુઓ તસવીરો..

દેશમાં રાજનેતાઓ દ્વારા કેવી રીતે ઉજવાઇ ધૂળેટી : જુઓ તસવીરો..

દેશભરમાં આજે ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હોળીના પાવનપર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. મહત્વનું છે કે આજે રંગના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે કૃષ્ણ નગરી મથુરામાં હોળીની ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોતાના નિવાસ સ્થાને પોતાના પરિવાર અને સમર્થકો સાથે હોળીની ઉજવણી કરી.  રાજનાથસિંહે લોકોને રંગ લગાવી રંગોત્સવની ઉજવણી કરી છે. રંગોત્સવના પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉજવણીમાં રાજનેતાઓ પણ જોડાયા છે.

તો આ તરફ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના નિવાસ સ્થાને હોળીની ઉજવણી કરી છે. મુખ્તાર અબ્બાસ નકવીએ એક-બીજાને રંગ લગાવી રંગોત્સવની ઉજવણી કરી અને શુભકામના પાઠવી.

 

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે હોળીની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી છે. શિવરાજ સિંહ દરવર્ષે પરંપરા સાથે હોળીની ઉજવણી કરતા આવે છે. ત્યારે શિવરાજસિંહે ભોપાલમાં આવેલા પોતાના નિવાસ સ્થાને હોળીની ઉજવણી કરી છે.

કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ બીએસએફ જવાનો સાથે હોળીની ઉજવણી કરી છે. સિદ્ધુ બીએસફના જવાનો સાથે ઉજવણી કરવા માટે અમૃતસર પહોંય્યા. જ્યાં તેમણ જવાનો સાથે હોળી રમી હતી. સિદ્ધુએ જવાનો સાથે ડાન્સ કર્યો અને જવાનોને હોળીની શુભકામના પાઠવી હતી.

Related posts

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur

કેનેડામાં ‘સિંહ બનાવશે કિંગ’, જગમીત સિંહના હાથમાં છે સત્તાની ચાવી

NIsha Patel

ભારતમાં આતંકી ગતિવિધિઓ વધારવા માટે પાકિસ્તાને આ સંગઠનો સાથે મિલાવ્યા હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!