GSTV

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

ધોરાજીમાં રોડ રસ્તાની થયેલી બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન છે. ધોરાજીના જાહેર માર્ગો પર વિકાસ ખાડામાં ગયો હોવાના બેનર્સ લાગ્યા છે. તો ધોરાજીના તાજેતરમાં બનેલા રસ્તા પણ તૂટી ગયા હોવાથી ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે.

ધોરાજીના જાહેર માર્ગ પર લગાવેલા આવા જ પ્રકારના બેનર લોકોના રોષને દર્શાવે છે. ચોમાસા દરમિયાન ધોરાજીના રસ્તાની હાલત એવી છેકે ગમે તેવું નવું વાહન પણ ખખડી જાય. ત્યાં સુધી કે અહીં એક જગ્યાએ તો માત્ર 15 દિવસ પહેલા જ બનેલા રોડની હાલત જોઇને ચોક્કસપણે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય આવે છે.

ધોરાજી જેતપુર રોડ પર જે રીતે મુખ્ય રસ્તાનું ધોવાણ થયું છે તેને લઇને વાહન ચાલકો રાહદારી સહિત સ્થાનિક વેપારીઓ પણ રોષ દર્શાવી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં આર. એન. બી વિભાગના હસ્તકના રોડમાં અધિકારીઓ દ્વારા રોડ રસ્તા પુરવાની કામગીરી સમયે ખાડામાં માત્ર ને માત્ર માટી નાખી અને રસ્તા રીપેર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોની પરેશાનીમાં બમણો વધારો થયો છે. અહીં વાહનો ફસાઇ જવાના તેમજ સ્લીપ થવાના બનાવ વધી રહ્યા છે.

ધોરાજી ભાજપના આગેવાનોએ પણ લોકોને સારા એવા રોડ રસ્તા મળી રહે એ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ખુદ ભાજપના આગેવાનો એ પણ સ્વીકાર્યું કે આરએન્ડબી હસ્તક આવેલ રોડ રસ્તાની હાલત ખરાબ છે ખુદ ભાજપના આગેવાનો એ પણ સ્વીકાર્યું કે વારંવાર રોડ રસ્તા તૂટી જાય છે. તો કોંગ્રેસના આગેવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે.

ધોરાજીના રસ્તા જોતા રસ્તાના કામમાં ઘરની ધોરાજી જ હલાવાતી હોય તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે ધોરાજીના રસ્તાઓ સત્તાધીશોના આબરુના ધજાગરા કરે છે ત્યારે આ રસ્તાઓ ક્યારે સુધરશે તે સવાલ…. સવાલ જ બનીને રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!