GSTV

ધારાસભ્યને પણ થયો ‘વિકાસ’નો અનુભવ : ગાડી સલવાઈ પાણીમાં, માંડ માંડ બચી શક્યા

Last Updated on September 15, 2021 by Zainul Ansari

ગુજરાતમાં પ્રજા અનેક પ્રકારની હાલાકીઓ ભોગવી રહી છે. મંત્રીઓ કે ધારાસભ્યોને સામાન્ય રીતે કોઈ અસુવિધાનો સામનો કરવાનો થતો નથી. પરંતુ ક્યારેક આવા સત્તાધિશો પણ હડફેટમાં ચડી જતા હોય છે. ઉપલેટા-ધોરાજીનાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાની કાર અન્ડરબ્રિજમાં ગળાડૂબ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી. સદનશીબે ધારાસભ્ય સહિત ઉપલેટા નજીક ત્રણ કોંગી આગેવાનો કારમાંથી બહાર નિકળવામાં સફળ રહેતા ચમત્કારીક બચાવ થયો હતો. આડેધડ બાંધકામોને કારણે ગુજરાતના મોટા શહેરોમાં તો પાણી ભરાય છે, નાના સેન્ટરો પણ હવે જળમગ્ન થવા લાગ્યા છે. શહેરીકરણ અંગેની સરકારની નીતિ ખામીભરેલી હોવાથી આવી સમસ્યાઓ સર્જાતી રહે છે.

ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા તેમજ કોંગી આગેવાનો અરવિંદ વોરા અને કૃષ્ણકાંત ચોટાઈ ગઈકાલે બપોરે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં પડેલા અતીભારે વરસાદના કારણે મોજ ડેમ, ભાદર-૨ ડેમ અને વેણુ-૨ ડેમ ઓવરફલો થતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ માટે ગયા હતા.

ઉપલેટા શહેર અને તાલુકાના ઘણા બધા ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ અને અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. જ્યાંથી ધારાસભ્ય લલિત વસોયા અને કોંગી આગેવાનો કારમાં વેણુ-૨ ડેમ વિસ્તારની મુલાકાત લઈ મોજ ડેમ ખાતે ગયા હતા અને ત્યાંથી ઉપલેટા પરત ફરતી વેળાએ ભાયાવદર રોડ પર આવેલા અન્ડરબ્રિજમાં બે-અઢી ફુટ પાણી હોવાનો અંદાજ લગાવીને ડ્રાઈવરે કાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. રોડ પર આવેલા બ્રિજમાં ફસાયા હતા એટલે સ્પષ્ટ થાય છે કે ત્યાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હતી. અમદાવાદમાં જેમ અમુક અન્ડરબ્રિજ એવા ભંગાર બન્યા છે કે બે-ચાર ઈંચમાં પાણી ભરાઈ જાય છે. એ ‘વિકાસ મોડેલ’આખા ગુજરાતમાં લાગુ થયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ રસ્તા તૂટી ગયા છે, પુલોના કટકા થઈ ગયા છે.

ધારસભ્યની ગાડી પાણીમાં ગઈ પછી ખબર પડી કે તેમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી છે. કાર તરવા લાગી હતી અને બંધ પડી ગઈ હતી. આ સાથે દરવાજા પણ ઓટોમેટીક લોક થઈ જવાથી કાચ તોડીને બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હતો, પણ સદનશીબે દરવાજા ખુલી જતાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગળાડૂબ પાણીમાંથી બહાર નિકળી જતાં આબાદ બચાવ થયો હતો. બાદમાં ઉપલેટા નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેઈનની મદદથી કારને બહાર કાઢી હતી. જો ધારાસભ્યોની આવી હાલત થતી હોય તો સામાન્ય જનતાની તો શું સ્થિતિ થઈ હશે?

Read Also

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!