GSTV

આજીવન કેદની સજા કાપી રહેલા ‘ઢોંસા કિંગ’ રાજગોપાલનું હાર્ટ એટેકના કારણે નિધન

Last Updated on July 19, 2019 by Mayur

સર્વણા ભવન રેસ્ટોરા ચેઈનના માલિક પી. રાજગોપાલનું ગુરૂવારે સવારે હોસ્પિટલમાં નિધન થયું હતું. 2001ની સાલમાં પોતાના કર્મચારીનું અપહરણ અને હત્યા કરવાના આરોપસર તેઓ આજીવન કેદની સજા કાપી રહ્યા હતા અને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યાના એક સપ્તાહ બાદ હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું.

સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ્યના કારણોસર આત્મસમર્પણ માટે વધારે સમયની માંગ કરતી રાજગોપાલની અરજીને ફગાવી દીધી હતી અને સુનાવણી દરમિયાન તેમની બીમારીનો મુદ્દો ઉઠાવવામાં નહોતો આવ્યો તેવું કારણ રજૂ કર્યું હતું. 2004ની સાલમાં સ્થાનિક કોર્ટે તેમને કર્મચારીની હત્યાના કેસમાં ગુનેગાર ઠેરવ્યા હતા અને રાજગોપાલ સહિત નવ લોકોને 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. 

સંથાકુમાર નામના કર્મચારીની હત્યા મામલે 10 વર્ષની સજાના નીચલી કોર્ટના ચુકાદાને રાજગોપાલે મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને 2009માં મદ્રાસ હાઈકોર્ટે તેમની 10 વર્ષની સજાને વધારીને આજીવન કેદમાં ફેરવી હતી જેથી તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સંથાકુમારની હત્યા મામલે ‘ઢોંસા કિંગ’ રાજગોપાલની સજા યથાવત રાખીને 2009ની સાલમાં તેમના જામીન મંજૂર કર્યા હતા અને સાતમી જુલાઈ સુધીમાં કોર્ટ અને સ્થાનિક પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો હતો.

તેમ છતા રાજગોપાલ સમય પર કોર્ટ સમક્ષ ઉપસ્થિત નહોતા થયા અને આત્મસમર્પણ માટે વધારે સમયની માંગ કરતી અરજી કરી હતી. તે અરજીને કોર્ટે નામંજૂર કરતા આખરે ગત નવ જુલાઈના રોજ તેમણે ઓક્સિજન માસ્ક સાથે એમ્બ્યુલન્સમાં કોર્ટ પહોંચીને આત્મસમર્પણ કર્યું હતું. 1990ની સાલમાં એક જ્યોતિષની સલાહ અનુસાર રાજગોપાલ પોતાની રેસ્ટોરા સર્વણા ભવનની ચેન્નાઈ બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરની દીકરી જીવાજ્યોતિ સાથે લગ્ન કરવા માંગતા હતા.

તે સમયે રાજગોપાલને પહેલેથી જ બે પત્નીઓ હતી અને 20 વર્ષની યુવતીએ તેમને ત્રીજા લગ્ન માટે ના પાડીને 1999માં સંથાકુમાર સાથે લગ્ન કરી લીધા હતા. જો કે તેમ છતા રાજગોપાલ સંથાકુમાર અને તેની પત્નીને ધમકીઓ આપવાનું અને તે સ્ત્રીને લગ્ન માટે મનાવવાનું ચાલુ રાખ્યું હતું જેથી તેમણે 2001ની સાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

તેના થોડા દિવસ બાદ સંથાકુમાર લાપતા થયા હતા અને જંગલમાંથી તેમની લાશ મળી આવી હતી. તુતીકોરીનમાં ડુંગળીના વેપારીના ઘરે જન્મેલા રાજગોપાલે શરૂઆતમાં ચેન્નાઈમાં કરિયાણાનો વેપાર શરૂ કર્યો હતો અને તેમાં સફળતા ન મળતા સર્વણા ભવન નામની રેસ્ટોરા ખોલી હતી જે તેમના માટે સોનાની ખાણ સાબિત થઈ હતી. ચેન્નાઈમાં સર્વણા ભવનની સફળતા બાદ તેમણે ધંધાનો વ્યાપ વધાર્યો હતો અને યુએસ, યુકે, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિત 20 દેશોમાં પોતાના ચેઈન સ્ટોર ખોલ્યા હતા.

READ ALSO

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!