GSTV
Gujarat Government Advertisement

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની જાહેરાત બાદ ICCએ આપી આ પ્રતિક્રિયા

Last Updated on August 18, 2020 by pratik shah

મહેન્દ્રસિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધાને બે દિવસ થઈ ગયા છે પરંતુ તે અંગે પ્રતિક્રિયા અને તેને શુભેચ્છા આપવાનો સિલસિલો જારી જ છે. ધોની વિશ્વનો એકમાત્ર સુકાની છે જેની કપ્તાનીમાં ભારતે આઇસીસીની ત્રણ ટ્રોફી જીતી હતી. 2007માં ટી20 વર્લ્ડ કપ, 2011માં વન-ડે વર્લ્ડ કપ અને 2013માં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી હતી.

આઇસીસીના કાર્યકારી સીઇઓ મનુ સહાનીએ જણાવ્યું હતું કે ધોની સર્વકાલીન મહાન ક્રિકેટર છે. વર્લ્ડ કપમાં તેણે વાનખેડે સ્ટેડિયમ પર ફટકારેલી સિક્સર આજે ફેન્સને યાદ રહી ગઈ છે.

ધોનીએ એક આખી પેઢીને પ્રેરિત કરી છે તેમ કહીને સહાનીએ જણાવ્યું હતું કે ક્રિકેટજગતને હંમેશાં ધોનીની ખોટ પડવાની છે.

ધોની 2004માં ક્રિકેટમાં આવ્યો હતો અને 2019માં છેલ્લી મેચ રમ્યો તે 15 વર્ષના ગાળામાં તે 98 ટેસ્ટ, 350 વન-ડે રમ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!