Video: આ ખેલાડીને જોતાં જ ધોનીની થઇ એવી હાલત કે સીધું મેદાન છોડીને ભાગવું પડ્યું

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પાંચમી અને અંતિમ વન ડેમાં 35 રને જીત મેળવી. આ સાથે જ ભારતે આ વનડે સીરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે 51 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર હરાવ્યું છે.

તેવામાં દર વખતની જેમ ટીમ ઇન્ડિયાના યુવા સ્પિનર યુજવેન્દ્ર ચહલ પોતાના ટેલિવિઝન (ચહલ ટીવી) પર ખેલાડીઓનું ઇન્ટરવ્યું લેતાં નજરે પડે છે. ચહલ ટીવી પર યુઝી ખેલાડીઓની સાથે મસ્તી-મજાક કરે છે.

આ વખતે યુજવેન્દ્ર ચહલના નિશાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા પરંતુ માહી તેનો શિકાર થવાથી બચતાં નજરે પડ્યાં. ધોનીને તે વાત નો અંદાજો હતો કે ચહલ તેની પાસે શા માટે આવી રહ્યો છે. ધોનીએ જેવો યુઝીને આવતો જોયો તેવા જ તે ભાગવા લાગ્યાં અને ગ્રાઉન્ડ છોડીને ચાલ્યા ગયાં.

યુજવેન્દ્ર ચહલ પણ ધોનીની પાછળ ભાગ્યા પરંતુ કેપ્ટન કૂલ તેના હાથે ન ઝડપાયા. જો કે ક્રિકેટ ફેન્સ ધોનીને ફરી એકવાર ચહલ ટીવી પર લાવવા જરૂર માગશે.

જણાવી દઇએ કે થોડા જ દિવસોમાં ચહલનો શૉ ‘ચહલ ટીવી’ ખૂબ જ પોપ્યુલર થઇ ગયો છે. યુજવેન્દ્ર ચહલ પોતાના ટીવી પર કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માનું પણ ઇન્ટરવ્યુ લઇ ચુક્યા છે. તેઓ ઇન્ટરવ્યુ દરમિયાન ખેલાડીઓ સાથે મસ્તી-મજાક કરતાં જોવા મળે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter