GSTV
Gujarat Government Advertisement

ધોનીની સૌથી નજીક રહેલા આ ક્રિકેટરે કહ્યું, ‘અચાનક ધોનીનું કરિયર ઉપર ઉઠતું ગયું અને મારું નીચે’

મહેન્દ્ર સિંહ ધોનીના નજીકના મિત્રોની જો વાત કરવામાં આવે તો સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને આરપી સિંહનો સમાવેશ થાય છે. જેમાં આર.પી.સિંહનું નામ સૌથી અગ્ર ક્રમે આવે છે. ધોનીના લગ્નથી લઈને તેની સાથે ફેમિલી વેકેશન માણવા સુધી આર.પી.સિંહ હંમેશાં તેની સાથે રહ્યો છે.

ધોની સાથે મિત્રતા હોવા છતાં આરપી.સિંહનું કરિયર ખાસ ચાલ્યું નહીં. જેની પાછળના મુખ્ય બે કારણ છે. આરપી પોતાની કરિયર દરમિયાન અસંખ્ય વખત ઈજાગ્રસ્ત થયો હતો. બીજું કે જ્યારે પણ ઈજાથી ઉગરીને મેદાનમાં પરત ફર્યો ત્યારે તેનું પ્રદર્શન નિરંતર કથળતુ ગયું.

આરપી સિંહે હાલમાં જ આકાશ ચોપડા સાથે થયેલી વાતચીતમાં કહ્યું કે, માહી સાથે મારી મુલાકાત ત્યારે થઈ જ્યારે બંન્નેમાંથી કોઈ પણ ટીમ ઈન્ડિયા માટે નહોતું રમતું. એક તરફ ડેબ્યુ કરતાં જ ધોનીનું કરિયર ઉપર ઉઠતું ગયું. તો આરપીની કરિયરમાં ઉતાર-ચઢાવ આવવા લાગ્યા. આમ છતાં ધોની સાથેની તેની દોસ્તીમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહોતો આવ્યો અને બંન્ને સારા મિત્રો રહ્યા.

વધુમાં આરપીએ કહ્યું કે, અમે બંન્નેએ ઘણો સમય સાથે પસાર કર્યો છે. ધોની ટીમનો કેપ્ટન બની ગયો અને તેનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને મારો નીચે. આમ છતાં અમારી દોસ્તીમાં કોઈ પણ પ્રકારનો ફર્ક નથી પડ્યો. પોતાના કરિયર વિશે વાત કરતા આરપી સિંહે એક કિસ્સો કહ્યો હતો, મેં ધોનીને પૂછ્યું હતું કે એક સારો ક્રિકેટર બનવા માટે શું કરૂં. ધોનીએ આ વિશે કોઈ જવાબ ન આપ્યો. પછી તેણે કહ્યું કે હું ખૂબ મહેનત કરી રહ્યો છું પણ સંભવ છે મારું ભાગ્ય મારો સાથ ન આપી રહ્યું હોય.

અચાનક આરપીનું કરિયર ખત્મ થઈ જવા વિશે જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું એ સમયે ટોચ પર હતો. પણ હું ટેસ્ટ કે વનડેમાં પણ મારી જગ્યા બચાવી ન શક્યો. હું આઈપીએલ રમ્યો. ત્રણ ચાર સિઝન સુધી સૌથી વધુ વિકેટ પ્રાપ્ત કરી. પણ હું વધારે મેચ ન રમી શક્યો કારણ કે કેપ્ટનને મારા પર ભરોસો નહોતો. જ્યારે મે પસંદગીકારોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજે તું મહેનત કર, તારો સમય જરૂર આવશે. જણાવી દઈએ કે આરપી સિંહે 32 વર્ષની વયે બે વર્ષ પહેલાં જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજસ્થાન ભાજપમાં બધુ ઠીક નથી? 20 વર્ષમાં પ્રથમ વખત નવા પોસ્ટરમાંથી વસુંધરા રાજે ગાયબ

Vishvesh Dave

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!