GSTV
Gujarat Government Advertisement

ધોનીએ રિટાયર્ડમેન્ટ જાહેર ન કરતાં BCCIએ કરી દીધો રિટાયર્ડ, હવે સંન્યાસ જ વિકલ્પ

Last Updated on January 16, 2020 by Mayur

બીસીસીઆઈએ છેલ્લાં 6 મહિનાથી ક્રિકેટથી દૂર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રિટાયર્ડમેન્ટ આપી દીધું છે. ક્રિક્રેટ બોર્ડે ગૂરૂવારે જાહેર કરેલા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ધોનીનો એક પણ કેટેગરીમાં સમાવેશ કર્યો નથી. બીસીસીઆઈના આ નિર્ણય બાદ ધોની માટે રાષ્ટ્રીય ટીમમાં રમવાનો રસ્તો હવે મુશ્કેલ બની ગયો છે. ધોનીએ વન-ડે અને ટી-20માંથી રિટાયર્ડમેન્ટ જાહેર ન કરતાં બીસીસીઆઈએ તેને રિટાયર્ડ કરી દીધો હોવાનું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. હવે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 વિશ્વકપમાં ધોનીનો સમાવેશ થાય છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ટી-20 ફોર્મેટમાં ધોનીએ ઉત્તમ ખેલાડી સાથે કેપ્ટન છે.

  • વર્ષ 2019-20 માટે ભારતે જાહેર કર્યું છે કોન્ટ્રાક્ટ લિસ્ટ
  • એ, બી અને સી કેટેરગરીમાંથી પણ કરાયો બાકાત
  • ધોની આઊટ, બીસીસીઆઈએ ધોનીને આપ્યો ઝાટકો

ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2011નો વિશ્વકપ જીત્યો છે. ધોનીએ પોતાની કારકીર્દીમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી-20 મેચ રમી છે. ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂકયા છે. ધોનીએ ટેસ્ટમાં 4,876 તો વનડેમાં 10,773 રન અને ટી-20માં 1,617 રન બનાવ્યા છે. ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ મેચ રમી હતી. ધોનીએ વન ડેમાં છેલ્લી મેચ ન્યૂઝિલેન્ડ સામે વિશ્વ કપની સેમિફાયનલ મેચ રમી છે. જોકે, આ મેચમાં હાર બાદ ભારતની વિશ્વકપ જીતવાની આશાઓ પર પાણી ફળી વળ્યું હતું. ધોનીને એ સમયે રનઆઉટ થવાનો અફસોસ જિંદગી ભર રહેશે.

ધોનીએ જુલાઈ 2019 બાદ એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો નથી. હવે બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરી ધોનીની કારકીર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ધોનીના ફેનને સૌથી મોટો ઝટકો લાગશે. બીસીસીઆઈ ઘણા સમયથી ધોનીના અનુગામી તરીકે પંતને આગળ ધરી રહી છે. હવે ભારતમાં ધોનીના યુગનો અંત આવ્યો કહેવું પણ વધારે નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

BREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!