GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં ધોની મિકેનિક બની ગયો છે, પ્રથમ વખત ઈન્સ્ટા પર લાઈવ આવી પત્ની સાક્ષીએ કર્યો ખુલાસો

Last Updated on June 1, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની વિશે કોઈ પણ પોસ્ટ આવે એટલે પહેલો પ્રશ્ન તેની નિવૃત્તિ વિશે થાય છે. જોકે, ધોની સોશિયલ મીડિયાથી જેટલો દૂર રહે છે તેટલી જ તેની પત્ની સાક્ષી એક્ટિવ રહે છે. તે સતત કોઈને કોઈ વસ્તુ અપડેટ કરતી રહે છે. રવિવારે સાક્ષી પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી હતી. સાક્ષીએ ચેન્નાઈ સુપર કિંગ્સના ઇન્સ્ટાગ્રામ લાઇવ પર ધોની અંગે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે લોકડાઉન દરમિયાન ધોની મિકેનિક બની ગયો છે. તેની પાસે સાત બાઇક છે અને તે આ બાઇક સાથે કાંઇકને કાંઇક કરતો રહેતો હોય છે.

સાક્ષીએ ધોનીની ત્રણ યાદગાર ક્ષણોનો ઉલ્લેખ કર્યો

વીડિયો ગેમ પ્રત્યેના ધોનીના લગાવ અંગે સાક્ષીએ કહ્યું કે, તેનું દિમાગ હંમેશાં સક્રિય રહે છે. વીડિયો ગેમ સાવ ખતમ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આથી જ બેડરૂમમાં ધોની જ્યારે પણ પબજી રમે છે તો તેને ગુસ્સો આવતો નથી. સાક્ષીએ આ લાઇવ ચેટમાં ધોનીની ત્રણ યાદગાર ક્ષણોનો ઉલ્લેખ કર્યો હતો. આ ત્રણ ક્ષણ હતી ધોનીને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો, આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મળ્યો અને 2011નો વર્લ્ડ કપ જીત્યો.

મને તેનાથી ફરક પડતો નથી

ધોની તેના ક્રિકેટને લઈને ઘણો ભાવુક છે તેમ સાક્ષીએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે પુત્રી જીવાના જન્મની તૈયારી હતી. એ વખતે 2015માં ધોની વર્લ્ડ કપને કારણે તેની સાથે ન હતો. બધા મને પૂછતા હતા કે માહી સાથે નથી. મને તેનાથી ફરક પડતો નથી. સાક્ષીએ આ સાથે એવી અફવાનું પણ ખંડન કર્યું કે, તે અને ધોની બાળપણના સાથી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!