GSTV
Gujarat Government Advertisement

ધોનીની 5 વર્ષની માસૂમ દિકરી પર રેપની ધમકીથી રાંચીમાં વધારાયો પોલીસ બંદોબસ્ત, પરિવાર મૂકાયો ચિંતામાં

Last Updated on October 10, 2020 by Mansi Patel

વર્તમાન આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનુ પ્રદર્શન કંગાળ રહ્યુ છે. ખુદ કેપ્ટન ધોની પણ કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નથી. જોકે ધોનીના ખરાબ પ્રદર્શનના કારણે સોશ્યલ મીડિયા પર તેની માસૂમ પુત્રી પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીથી ક્રિકેટ ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

એ પછી પોલીસે ધોનીના રાંચી અને સિમલિયા ખાતે આવેલા ઘરોની સુરક્ષા વધારી દીધી છે. ઉલ્લેખનીય છેકે, ધોનીની પત્ની સાક્ષીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈએ ધોનીની પુત્રી પર અભદ્ર કોમેન્ટ કરીને માથુ શરમથી ઝુકી જાય તેવી ધમકી આપી હતી.

પોલીસનું કહેવું છે કે, ધમકી આપનારા આરોપીઓની તપાસ ચાલી રહી છે. ધોનીના બંને ઘરની આસપાસ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવાયુ છે. બીજી તરફ ઝારખંડ ક્રિકેટ એસોસિએશને આ ઘટનાની નિંદા કરીને કોમેન્ટ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. એસોસિએશનનું કહેવું છે કે, ધોનીએ વારંવાર દેશનું માથુ ગર્વથી ઉંચું રહે તેવી રમત બતાવી છે. તેના પરિવારને નિશાન બનાવનારા તત્વો પર આકરી કાર્યવાહી કરવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!