GSTV
Gujarat Government Advertisement

IPLની આ સિઝનમાંથી ચેન્નાઈની વિદાય, ધોનીએ કહ્યું – આવતી સિઝનમાં સંપૂર્ણ તાકાત સાથે પરત ફરીશું

Last Updated on November 3, 2020 by Mansi Patel

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કિંગ્સ ઇલેવન પંજાબને નવ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટને વિદાય આપ્યા બાદ કહ્યું કે આઈપીએલ 2021માં થોડા મહિના જ બાકી છે અને તેની ટીમ વધુ મજબૂત બનીને પરત ફરશે. ચેન્નાઇએ રવિવારે બોલરોના શાનદાર બોલિંગ પ્રદર્શન અને યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડની અણનમ 62 રનની ઇનિંગ્સને કારણે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને આઈપીએલ-13માંથી વિજેય સાથે વિદાય લીધી હતી અને પંજાબને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

ધોનીએ એવો સંકેત પણ આપ્યો હતો કે તે આવતા વર્ષે પણ આઇપીએલમાં ચેન્નાઈ તરફથી રમશે. ચેન્નાઇએ પ્લે ઓફ રેસમાંથી બહાર નીકળ્યા બાદ સતત ત્રણ જીત મેળવી હતી. ધોનીએ મેચ બાદ કહ્યું કે આ ટુર્નામેન્ટ અમારા માટે આ વર્ષે મુશ્કેલ હતી. મને નથી લાગતું કે અમે અમારી સંપૂર્ણ ક્ષમતાની સાથે રમ્યા હતા. અમે ટુર્નામેન્ટ દરમિયાન ઘણી જગ્યાએ ઘણી ભૂલો કરી છે. અમે છેલ્લી ચાર મેચોમાં સારુ પ્રદર્શન કર્યું હતું. જો તમે ખૂબ પાછળ રહી ગયા હોવ તો સારું પ્રદર્શન કરવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં દરેકનું યોગદાન મહત્વનું રહે છે. અમારા ખેલાડીઓએ જે રીતે રમત દાખવી તેના પર અત્યંત ગર્વ છે.’

તેણે કહ્યું કે 6-7 મેચ ખૂબ જ અઘરી રહી હતી. તમે એવા પ્રકારના ડ્રેસિંગ રૂમમાં રહેવા માંગતા નથી, જ્યાં ખેલાડીઓ ક્રિકેટની મજા લેતા નથી. તમે નવા ફોર્મ્યુલાઓ સાથે રમવા માંગો છો, પરંતુ જો ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સુખદ નથી હોતું તો તે ખૂબ મુશ્કેલ બની જાય છે. અમારે થોડો ફેરબદલ કરવાની અને આગળના પ્રદર્શન તરફ ધ્યાન આપવાની જરૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

Bansari

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!