GSTV
Home » News » ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે ધોની, વિડીયો શેર કરી આપ્યા સંકેત

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે ધોની, વિડીયો શેર કરી આપ્યા સંકેત

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ મહેંદ્ર સિંહ ધોની પેન્ટિંગમાં પોતાનું કરિયર બનાવી શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વિડીયોમાં તેમણે આ અંગે સંકેત આપ્યા છે. આ વિડીયોમાં ધોની જણાવી રહ્યા છે કે, હું બાળપણથી જ આર્ટિસ્ટ બનવા ઇચ્છતો હતો. એટલે જ મે નિર્ણય લીધો છે કે, મેં બહુ વધારે ક્રિકેટ રમી લીધી. હવે સમય આવી ગયો છે કે, હું વિચારું કે, ખરેખર હું શું બનવા ઇચ્છતો હતો, એટલે મેં પેન્ટિંગ બનાવવાની શરૂ કરી દીધી છે. મે કેટલીક પેન્ટિંગ બનાવી પણ લીધી છે. હવે હું વિચારી રહ્યો છું કે, હવે હું તેમાં કરિયર બનાવવા માટે તૈયાર છું.

ધોનીનો આ વિડીયો એવા સમયે આવ્યો છે, જ્યારે વનડે વર્લ્ડ કપ શરૂ થવામાં હવે માત્ર 10 દિવસ બચ્યા છે. હા જોકે, સંન્યાસ લેવા માટે ધોની માટે આ યોગ્ય સમય નથી, પરંતુ વિડીયો વાયરલ થતાં જ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ક્રિકેટને અલવિદા કહી દેશે એવી વાતો વહેવા લાગી છે. આમ પણ ટેસ્ટ મેચમાંથી તો ધોની સન્યાસ લઈ જ ચૂક્યા છે.

ધોની બનાવી ચૂક્યો છે 3 પેન્ટિંગ
વિડીયોમાં ધોનીએ જાતે બતાવેલ 3 પેન્ટિંગ બતાવી પણ છે. પહેલી પેન્ટિંગ કુદરતી દ્રષ્ય આધારિત છે. બીજામાં ભવિષ્યના ટ્રાન્સપોર્ટનો ઢાંચો બતાવવામાં આવ્યો છે. તેમણે પોતાની ત્રીજી પેન્ટિંગમાં પોતાની મનપસંદ જગ્યા બતાવી છે. જેમાં ચેન્નઈ સુપરકિંગ્સની જર્સી પહેરેલ એક બેટ્સમેન ઊભો છે. ધોનીએ તેને પોતાનો રેપ્લિકા ગણાવ્યો છે.

સન્યાસ બાબતે કોઇ ચર્ચા નહીં
આ દરમિયાન ક્રિકેટથી સન્યાસ લેવાનો કોઇ ઉલ્લેખ નથી કર્યો. આ વર્ષે આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સે ધોનીની આગેવાનીમાં ફાઇનલ રમી. ફાઇનલ બાદ જ તેમણે જણાવી દીધું હતું કે, તે આઈપીએલની આગામી સિઝન પણ રમશે. આ સિવાય આ વર્લ્ડ કપમાં પણ ધોની ભારતનો મનપસંદ વિકેટકીપર છે. વર્લ્ડકપ 30 મેથી 14 જુલૈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે.

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!