GSTV
Gujarat Government Advertisement

ધોનીએ બચાવ્યો આ નાનકડા પક્ષીનો જીવ, દિકરીએ પોસ્ટ કરી તસ્વીરો

ધોની

Last Updated on June 10, 2020 by Arohi

ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની ભલે ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો હોય પરંતુ સોશિયલ મીડિયામાં તે એક્ટિવ રહે છે. તેના ફેન્સ ધોની અંગે કોઈ પણ સમાચાર જાણવા આતુર હોય છે. લોકડાઉનના આ તબક્કામાં તે પોતાના ફાર્મ હાઉસમાં રહે છે. તાજેતરમાં જ તેની દિકરી જીવાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે માહિતી આપી છે કે કેવી રીતે તેના પિતા અને તેની માતા સાક્ષીએ એક પક્ષીનો જીવ બચાવ્યો હતો.

જીવાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો મૂક્યો છે

જીવાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો મૂક્યો છે જેમાં ધોનીના એક હાથમાં એક પક્ષી બેઠું છે. જીવાએ લખ્યું છે કે આ પક્ષી બેભાન હાલતમાં પડ્યું હતું પરંતુ તેના પિતાએ તેને પાણી પીવડાવીને બચાવી લીધું હતું. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે આજે સાંજે અમારા ઘરના ગાર્ડનની લોનમાં એક પક્ષી બેભાન થઈને પડ્યું હતું. મેં મમ્મી અને પપ્પાને બોલાવ્યા તો પપ્પાએ એ પક્ષીને પોતાના હાથમાં લઈ લીધું અને તેને પાણી પીવડાવ્યું.

પક્ષીનો બચી ગયો જીવ

થોડી વાર બાદ તે પક્ષીએ આંખો ખોલી. અમે બધા ખુશ થઈ ગયા. અમે તે પક્ષીને એક છાબડીમાં ફૂલોના પત્તા પર મૂકી દીધું. મમ્મીએ માહિતી આપી કે આ પક્ષી તાંબટ છે જેને કોપરસ્મિથ કહેવામાં આવે છે. ત્યાર બાદ તે ઉડી ગયું. હું તેને રોકવા માગતી હતી પરંતુ મમ્મીએ કહ્યું કે  તે પોતાની માતા પાસે ગયું હશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસાકસીનો જંગ: આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો, સાઉધમ્પટનમાં બપોરે 3-00થી મેચનો પ્રારંભ

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!