GSTV
Home » News » ધોનીને સાતમા ક્રમે બેટીંગમાં ઉતારવાનો નિર્ણય ભારતીય ટીમનો છબરડો

ધોનીને સાતમા ક્રમે બેટીંગમાં ઉતારવાનો નિર્ણય ભારતીય ટીમનો છબરડો

ભારતની હાઈપ્રોફાઈલ ક્રિકેટ ટીમનો ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પરાજય થયા બાદ હવે પોસ્ટમોર્ટમનો દૌર શરુ થઈ ચૂક્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન લક્ષ્મણે ભારપૂર્વક જણાવ્યું હતુ કે, ધોનીને સાતમા ક્રમે બેટીંગમાં ઉતારવાનો નિર્ણય ટીમ મેનેજમેન્ટનો ગંભીર છબરડો હતો. આ છબરડો જ ભારતને ભારે પડયો હતો અને ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં હારીને બહાર ફેંકાઈ હતી. 

ન્યૂઝીલેન્ડ સામેની સેમિ ફાઈનલમાં ભારતે ધોનીને છેક સાતમા ક્રમે બેટીંગમાં ઉતાર્યો હતો. ખાસ કરીને શરૂઆતમાં જ ભારતનો સ્કોર ૫/૩થી ગયો હતો. ભારતે ચોથા ક્રમે પંતને, પાંચમા ક્રમે કાર્તિકને અને છઠ્ઠા ક્રમે પંડયાને ઉતાર્યા હતા. જ્યારે ધોનીને છેક સાતમા ક્રમે બેટીંગમાં તક મળી હતી. આમ છતાં તેણે લડાયક બેટીંગ કરતાં ૫૦ રન ફટકાર્યા હતા અને જાડેજા (૭૭) સાથે શતકીય ભાગીદારી નોંધાવી હતી. 

૨૦૧૧ની ફાઈનલમાં ધોની ચોથા ક્રમે ઉતર્યો હતો

લક્ષ્મણે કહ્યું કે, ધોનીને પંડયાની પહેલા બેટીંગમાં ઉતારવાની જરુર હતી. ભારતનો આ ટેકનિકલ છબરડો હતો. દિનેશ કાર્તિક પહેલા જ ધોનીને બેટીંગમાં ઉતારવાની જરુર હતી. ધોની માટે તે સમયે પરફેક્ટ સ્ટેજ સેટ થઈ ચૂક્યું હતુ. ૨૦૧૧ના વર્લ્ડ કપમાં પણ ધોની પરિસ્થિતિ પારખીને ચોથા ક્રમે બેટીંગમાં ઉતર્યો હતો અને તેણે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. તે યુવરાજ પહેલા બેટીંગમાં આવ્યો હતો. 

ધોનીની હાજરી પંત-પંડયાને પ્રેરણા આપી શકે તેમ હતી

ગાંગુલીએ કહ્યું કે, ધોનીને ટોપ ઓર્ડરમાં મોકલવા આવ્યો હોત તો તેનો અનુભવ સામેના છેડે રમતાં યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બને તેમ હતો. જો પંત બેટીંગ કરતો હતો, ત્યારે ધોની સામેના છેડે બેટીંગ કરતો હોત તો ચોક્કસ તેનો પ્રભાવ જોવા મળત. પંત અને પંડયાના આત્મવિશ્વાસની સાથે શોટ સિલેક્શનમાં પણ ઘણો ફેર પડી શકે તેમ હતો. વધુમાં ધોની વિકેટ પતન અટકાવીને પણ ન્યૂઝીલેન્ડના બોલરોને હતાશ કરે તેમ હતો. 

READ ALSO

Related posts

માત્ર 9 વર્ષની ઉંમરે આ ગુજ્જુ બાળકીએ લિમ્કા બુક ઓફ એવોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું

Nilesh Jethva

આગળના દલાઈ લામાને શા માટે ચીન પસંદ કરવા ઈચ્છે છે, જાણો લામા બનવાની પ્રક્રિયા

Kaushik Bavishi

બનાસકાંઠામાં તંત્ર પાપે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર લેવા મજબૂર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!