GSTV

ધોળકા ખાતે કંપનીઓએ કેમિકલયૂક્ત પાણી છોડતા ખેડૂતોએ પરસેવો પાડી ઉગાડેલો પાક નાશ પામ્યો, તંત્રના આંડા કાન

અમદાવાદના ધોળકાના કેટલાક ગામોના ખેતરોમાં દૂષિત પાણીથી ખેતી પાકને નુકસાન થયું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો. ધોળકાના નેસડા, ભેટાવાડા, ત્રાસદ સહિત ગામોમાં કેમિકલવાળુ દૂષિત પાણી ફરી વળતા ખેતીને નુકશાન થયું છે. ખેડૂતો અને ગ્રામજનોએ કહ્યું હતુ કે ત્રાસદ રોડ પર આવેલી કેડીલા, કોનકડ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. જેના કારણે નેસડા ગામના ખેતરોમાં જવાના મુખ્ય બે રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

ખેડૂતોએ ધોળકા પ્રાંત અધીકારીને ૨જૂઆત પણ કરી હતી

ખેડૂતોને ઘાસચારો લેવા જતા મહીલાઓ સહીત બાળકોને પાણીમાંથી પસાર થવા મજબુર થવું પડે છે. ઉપરાત ખેતીમાં ગુબાલની ખેતી, ડાંગર, સરગવો, ગવાર, જેવી ખેતીમાં ભારે નુકશાન પહોંચ્યુ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ જીલ્લા પંચાયતના સદસ્ય મનીષ મકવાણાના લેટરપેટ પર લેખિતમાં ખેડૂતોએ ધોળકા પ્રાંત અધીકારીને ૨જૂઆત પણ કરી હતી.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!