GSTV
India News Trending

ભાજપ કોંગ્રેસ આમને સામને/ મુંબઈમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામ દરબાર પર વિવાદ, પોલીસમાં નોંધાઈ ફરિયાદઃ ભાજપ પાર્ટી દ્વારા કરાયું છે કાર્યક્રમનું આયોજન

બાગેશ્વર ધામના વિવાદાસ્પદ કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી શનિવારે મીરા-રોડ ખાતે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ કાર્યક્રમને લઈને શહેરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ પોલીસને ફરિયાદ કરી છે, જ્યારે MNSએ પણ આ કાર્યક્રમ રોકવાની માંગ કરી છે.

મહારાષ્ટ્રમાં ફરી એકવાર બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈને હોબાળો થયો છે. ફરી એકવાર, અંધ શ્રધ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે આ સમિતિએ બાગેશ્વર મહારાજને પડકાર ફેંક્યો છે કે જો તેઓ 10 લોકો વિશે સાચો જવાબ આપે તો તેમને સમિતિ તરફથી 30 લાખ રૂપિયા આપવામાં આવશે.

જણાવી દઈએ કે શનિવાર અને રવિવારે બીજેપી ધારાસભ્ય ગીતા જૈન, જિલ્લા અધ્યક્ષ રવિ વ્યાસ, ખજાનચી સુરેશ ખંડેલવાલ દ્વારા પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે લગભગ 7 એકર જમીનમાં તૈયાર કરવામાં આવ્યું છે.

 અંધશ્રદ્ધા ઉન્મૂલ સમિતિના શ્યામ માનવે મીરાપુર પોલીસ સ્ટેશનને એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મેલીવિદ્યા કરે છે અને મંત્રોચ્ચાર કરીને રોગો મટાડવાનો દાવો કરે છે. આ બધું અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું છે. મહારાષ્ટ્રમાં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 2013નો કાયદો લાગુ છે. આવી સ્થિતિમાં, કોઈપણ વ્યક્તિ પર કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આમ છતાં જો કોઈ વ્યક્તિ આવો કાર્યક્રમ કરે છે તો તેને પ્રશાસનની પરવાનગી ન આપવી જોઈએ.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના મુંબઈમાં થનાર કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ સરકારને પત્ર લખીને આ કાર્યક્રમ ન યોજાવા બાબતે અવગત કર્યા છે. બાગેશ્વર ધામના બાબા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહ્યા છે. તે દેશભરમાં સત્સંગ કાર્યક્રમો કરી રહ્યા છે. તે ભારતને એક હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યા છે. મુંબઈમાં 18-19 માર્ચના પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજાવાનો હતો. કોંગ્રેસે આ કાર્યક્રમનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના મહારાષ્ટ્રમાં થનારા સત્સંગ કાર્યક્રમ વિરુદ્ધ મહારાષ્ટ્ર કોંગ્રેસે મોરચો ખોલી દીધો છે. મહારાષ્ટ્ર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની વિરુદધમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. એમાં તેમણે કહ્યું કે મુંબઈમાં મીરા ભાયંદર વિસ્તારમાં બાબા બાગેશ્વર ધામના કાર્યક્રમને મંજૂરી ના આપવી જોઈએ. સરકારે આ કાર્યક્રમની પરમિશન ન આપવી જોઈએ.

નાના પટોલે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને લખેતા પત્રમાં કહ્યું કે મહારાષ્ટ્ર પ્રગતિશીલ વિચારોવાળું રાજ્ય છે. એવા રાજ્યમાં અંધવિશ્વાસ ફેલાવનારા અને સંત તુકારામ મહારાજનું અપમાન કરનારા બાબાના કાર્યક્રમને મંજૂરી ન આપવી જોઈએ. જો ધીરેન્દ્ર શાસ્ત્રીને કાર્યક્રમની મંજૂરી અપાશે તો લોકોને ગુમરાહ કરવાની તેની ભાવનાઓ અને આસ્થાઓ સાથે ખિલવાડ કરાશે. પટોલે કહ્યું કે મારો અનુરોધ છે કે આવા કાર્યક્રમો માટે સરકારે મંજૂરી ન આપવી જોઈએ.

કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી મુંબઈથી જ લાઇમલાઇટમાં આવ્યા હતા. હવે આ વખતે તે 18 અને 19 માર્ચે મીરા રોડમાં પોતાનો દરબાર યોજવા જઈ રહ્યા છે. મુંબઈને અડીને આવેલા મીરા રોડ ભાઈંદરમાં એસકે સ્ટોન ચોકી પાસેના સેન્ટ્રલ પાર્ક મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવા સાથે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel
GSTV