રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બીજી લહેરમાં ઝડપથી વધી રહ્યું છે. કોરોનાની ઝપેટમાં ગુજરાતના ઘણા નેતાઓ આવ્યા છે. જેમા અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી અને ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ સંક્રમિત થઈ ચુક્યા છે. તો આજે વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત, 94 લોકો વેન્ટિલેટર પર
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે જેમાં રાજ્યમાં આજે પણ કોરોનાના કેસ 1500ની ઉપર નોંધાયા છે. જેમાં આજે કુલ 1510 કેસ નોંધાયા છે. તો 1286 દર્દીઓ રિકવર થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 16 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 12, સુરતમાં 3 જ્યારે બોટાદમાં 1 દર્દીનું મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 3892 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં 94 લોકોની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામા આવી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 14044 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યા છે.
READ ALSO
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન