ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપનો ૩માં જ્યારે કોંગ્રેસનો ૩માં વિજય થયો છે. આ ૬ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું ભાવિ ઘડવામાં ‘નન ઓફ ધ અબોવ’ (નોટા)ની ભૂમિકા પણ નિર્ણાયક રહી છે. જેમાં બાયડ બેઠકની જ વાત કરવામાં આવે તો કોંગ્રેસના વિજેતા જશુભાઇ પટેલ અને ભાજપના પરાજીત ધવલસિંહ ઝાલા વચ્ચે મતનું અંતર માત્ર ૭૪૩ છે. આ બેઠકમાં ૧૬૮૧ મતદારોએ ‘નોટા’ દબાવ્યું છે.

આમ, બાયડમાં ‘નોટા’ના અડધા મત પણ ભાજપને ફાળે ગયા હોત તો તે ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણી બાદ પ્રથમ વાર આ બેઠકમાં તે વિજય મેળવવામાં સફળ રહ્યું હોત તેની પૂરી સંભાવના હતી. પરંતુ મતદારોએ ‘નોટા’ ઉપર પસંદગી ઉતારી એક રીતે પક્ષપલ્ટુ ધવલસિંહ ઝાલા સામે રોષ ઠાલવી દીધો છે. અન્ય એક પક્ષપલ્ટુ ઉમેદવાર અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠકમાં ૨૭૯૩ મતદારોએ ‘નોટા’ દબાવ્યું હતું. આમ, રાધનપુર બેઠકમાં કોંગ્રેસના રઘુભાઇ દેસાઇ (૭૭૪૧૦), ભાજપના અલ્પેશ ઠાકોર (૭૩૬૦૩), એનસીપીના ફરસુભાઇ ગોકલાણી ( ૭૨૦૦) બાદ ‘નોટા’ને ચોથા ક્રમે સૌથી વધુ મત મળ્યા હતા. આમ, કોંગ્રેસ-ભાજપ વચ્ચે હાર-જીતનું અંતર ૩૮૦૭ મતનું હતું. આ બેઠકમાં પણ એકંદરે ‘નોટા’ ની ભૂમિકા નિર્ણાયક રહી છે.


અમરાઇવાડી બેઠકમાં ભાજપ-કોંગ્રેસ-બહુજન મુક્તિ પાર્ટી બાદ ‘નોટા’ને ચોથા ક્રમે વધુ વોટ મળ્યા હતા. આ બેઠકમાં ‘નોટા’ને મળેલા મતનું પ્રમાણ ૧.૨૨ ટકા હતું. થરાદ બેઠકમાં ૩૫૬૫ મતદારોએ ‘નોટા’ બટન દબાવ્યું છે. આમ, અન્ય તમામ બેઠક કરતા થરાદમાં સૌથી વધુ ૨.૩૭% મતદાન ‘નોટા’ તરફી હતું. ખેરાલુ બેઠકમાં ૧૮૨૨ મતદારોએ ‘નોટા’ દબાવ્યું હતું. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસ બાદ ‘નોટા’ને સૌથી વધુ મત મળ્યા હતા.
વિધાનસભાની પેટા ચૂંટણી : કઇ બેઠકમાં નોટાને કેટલા મત?
બેઠક | નોટાને મત | સરેરાશ | હાર-જીતનું અંતર |
થરાદ | ૩૫૬૫ | ૨.૩૭% | ૬૩૭૨ |
ખેરાલુ | ૧૮૨૨ | ૧.૮૮% | ૨૯૦૯૧ |
અમરાઇવાડી | ૧૧૮૫ | ૧.૨૨% | ૫૫૨૮ |
લુણાવાડા | ૨૩૫૦ | ૧.૭૧% | ૧૧૯૫૨ |
રાધનપુર | ૨૭૯૩ | ૧.૬૪% | ૩૮૦૭ |
બાયડ | ૧૬૮૧ | ૧.૧૯% | ૭૪૩ |
READ ALSO
- મનોમંથન/ બંગાળ ભાજપને શાહ-નડ્ડા નહીં મોદી જોઈએ, મમતાની લોકપ્રિયતાનો મુકાબલો મોદી જ કરી શકશે
- મૉની રૉય વહેલી તકે લગ્ન કરે તેવી ચર્ચા, આ વ્યક્તિને મળવા વારંવાર દુબઈ જાય છે એક્ટ્રેસ
- શું તમે facebook Locked Profile કરનારનો ફોટો નથી જોઇ શકતા, તો હવે અપનાવો આ Trick
- પાપલીલા/ બાથરૂમમાં ન્હાતી વેળાએ યુવતીઓ ખાસ રાખે સાવધાની, મોબાઈલમાં વીડિયો ઉતારી સંબંધીએ મહિલાને વારંવાર પીંખી
- માજી ભાજપ સાંસદના પુત્રવધૂએ ફલેટમાં માંડયો’તો જુગારનો અડ્ડો! પોલીસના દરોડોમાં મોટાઘરોની મહિલાઓ જુગાર રમતી પકડાઈ