GSTV

બોલીવુડના માચો મેને તીડના આતંકથી લોકોને કર્યા સાવચેત, કહ્યું બાળપણમાં અમને તીડ ભગાડવા બોલાવતા

વીતેલા જમાનાના બોલિવૂડ સ્ટાર અને માચો મેનની ઇમેજ ધરાવતા વયસ્ક અભિનેતા ધર્મેન્દ્ર વ્યવસાયે તો અભિનેતા છે, પરંતુ તેમની અંદર આજેય ખેડૂતનો આત્મા વસેલો છે. ફિલ્મી દુનિયાથી બ્રેક લઈને ધર્મેન્દ્ર આજકાલ મુંબઈ નજીકના તેમના ફાર્મ હાઉસમાં જ રહે છે પરંતુ તેઓ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પણ રહે છે. ધર્મેન્દ્ર અવારનવાર જૂની વાતોની સાથે સાથે વર્તમાન પરિસ્થિતિ પર પણ વાતચીત કરતા હોય છે અને પોતાનો અભિપ્રાય આપતા રહે છે.

ધર્મેન્દ્રએ લોકોને સાવચેત કર્યા

આજકાલ કોરોના વાયરસની સાથે સાથે ઘણા રાજ્યોમાં તીડનો આતંક પણ વધી ગયો છે. જે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી રહ્યો છે અને તેમના પાકનો નાશ કરી રહ્યો છે. આ જોખમ સામે ધર્મેન્દ્રએ લોકોને સાવચેત કર્યા છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જે જોઈને જ ડરી જવાય છે જેમાં તીડના ટોળા ઉમટી પડ્યા છે અને હજારો તીડે એક મકાનના ધાબા પર અડિંગો જમાવી દીધો છે. ધર્મેન્દ્રે લખ્યું છું કે સાવધાન રહેજો. અમે ભૂતકાળમાં આ પ્રકારની આફતનો સામનો કરી ચૂક્યા છીએ. અમે દસમા ધોરણમાં હતા ત્યારે તીડને ભગાડવા માટે અમને ખાસ બોલાવવામાં આવતા હતા.

તીડનું ટોળું પાકિસ્તાનથી રાજસ્થાનના માર્ગે ભારત આવ્યું

ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસમાં શાકભાજી અને ફળ ઉગાડે છે. આ સમયે તેમની ચિંતા વાજબી છે. તીડનું ટોળું પાકિસ્તાનથી રાજસ્થાનના માર્ગે ભારત આવ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પાકને નુકસાન કર્યા બાદ હવે પંજાબને પણ હાઈ એલર્ટ કરી દેવાયું છે. મહારાષ્ટ્રમાં પણ તીડ અંગે ચેતવણી આપી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

સુરત : ધોરણ 10 અને 12 ની ખોટી માર્કશીટ બનાવનાર ગેંગની ધરપકડ

Nilesh Jethva

સુરત : વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં કરેલા ખુલાસાથી ખળભાળાટ

Nilesh Jethva

અમદાવાદ : આ જિલ્લા પંચાયતના સભ્ય આવતીકાલથી શરૂ કરશે ઉપવાસ આંદોલન, વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!