GSTV

‘જય’ માટે ભાવુક બન્યો ‘વીરુ’ , અમિતાભ બચ્ચન માટે ધર્મેન્દ્રએ લખી આ ખાસ પોસ્ટ

અમિતાભ

બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ રવિવારે કોરોના વાયરસથી સંક્રમિત સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ધર્મેન્દ્ર અને અમિતાભે 1970-80ના દાયકાની ‘શોલે’, ‘ચૂપકે ચૂપકે’ અને ‘રામ બલારામ’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

અમિતાભ માટે ધર્મેન્દ્રએ કરી પ્રાર્થના

84 વર્ષીય અભિનેતાએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેનો ‘હિંમતવાળો નાનો ભાઈ’ ટૂંક જ સમયમાં સાજો થઈને પાછો ફરશે. ધર્મેન્દ્રએ ટ્વિટર પર લખ્યું, ‘અમિત, જલ્દી સ્વસ્થ થઈ જા. મને મારા હિંમતવાળા નાના ભાઈ પર વિશ્વાસ છે… તે એકાદ-બે દિવસમાં જ ફિટ થઈ જશે ”

એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઐશ્વર્યા અને આરાધ્યાનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અગાઉ એવા સમાચાર હતા કે માત્ર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જ કોરોનાથી સંક્રમિત છે. ત્યારબાદ આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં આખા પરિવાર સાથે ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ હવે સ્વેબ ટેસ્ટ રિપોર્ટ બહાર આવ્યો છે જે પોઝિટિવ છે. આ સમાચાર સાંભળીને અમિતાભ બચ્ચન માટે પ્રાર્થના કરનારા તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.

Read Also

Related posts

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva

30 નવેમ્બરના રોજ થશે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ , શું છે સૂતક કાળનો મુદ્દો?

pratik shah

બારડોલીના બાળકોએ સતત 24 કલાક સ્કેટિંગ કરી લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે દાવેદારી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!