GSTV
ANDAR NI VAT Trending

નીતીશકુમારને મનાવવા ધર્મેન્દ્ર પ્રધાન બિહાર પહોંચ્યા

નીતીશ

છેલ્લાં ઘણાં સમયથી બિહારમાં નીતીશકુમાર અને ભાજપ વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યો છે. બિહાર ભાજપ નીતીશકુમાર પર આધિપત્ય જમાવી રહ્યો છે, તો સામે નીતીશકુમાર ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે.

નીતીશ

સત્તામાં બેઠેલા જેડીયુ અને બીજેપી વચ્ચેના સંબંધો વણસતા જાય છે એવા સમયે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંકટમોચક બનીને બિહાર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ગઠબંધનમાં કોઈ ગતિરોધ નથી, નીતીશકુમાર 2025 સુધી મુખ્યમંત્રી બની રહેશે. કેટલાક વિષયો પર મતભેદ ચાલતા રહેતાં હોય છે. ભાજપ અને નીતીશકુમાર વચ્ચેના વણસતા જતાં સંબંધોને લઈને એવું ચિત્ર ઊભું થયું હતું કે નીતીશકુમારની સરકાર ટૂંક સમયમાં જશે. બિહારમાં ભાજપ અને જેડીયુ ગઠબંધન તૂટી જશે. ધર્મેન્દ્ર પ્રધાને આ અટકળને રદિયો આપી દીધો છે.

નીતીશકુમાર

તેમણે કહ્યું કે લોકતાંત્રિક પદ્ધતિમાં રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ઊભા થતા હોય છે એ કોઈ મોટી વાત નથી, અમે બધા મળીને બિહારની સેવા કરી રહ્યા છીએ. નીતીશકુમાર અમારા નેતા છે તેમાં કોઈ અડચણ નથી. ધર્મેન્દ્ર પ્રધાનની બિહાર યાત્રાના બે કારણ જોવામાં આવી રહ્યા છે. એક તો વિપક્ષ તરફ ખસતાં જતાં નીતીશકુમારને મનાવી લેવા, અને બીજું, તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ આદિવાસી મહિલા ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું સમર્થન કરવા સમજાવવા. તેમના આ બંને હેતુ સિદ્ધ થશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

Read Also

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu
GSTV