GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ફિલ્મી દુનિયા અને લાઇમ લાઇટથી દૂર રહી ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડે છે ધર્મેન્દ્ર

પોતાના સમયમાં મશહૂર ધર્મેન્દૃ હાલમાં ફિલ્મી દૂનિયા અને લાઇમલાઇટથી દૂર રહી ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડી રહયા છે. ધર્મેન્દૃ પોતે ખેતી કરતા હોય તેવા ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર અવારનવાર મુકે છે અને ચાહકોને કહે છે કે હું બરોબર કરું છું ને ? તેનો એક વિડીયો તાજેતરમાં વાઇરલ થયો છે. વિડીયોમાં તે કાર ચલાવતા નજરે પડે છે. જેમાં તે કહે છે કે ખેતર તૈયાર થઇ ગયું છે હવે ખેતરમાંથી પથ્થર કાઢીશ અને ઘાસ ઉગાડીશ.

નજીક જ તબેલો એટલે ભેંસોને નીરણ નાખવા જવા આવવામાં સરળતા રહેશે. હું બરોબર કરી રહયો છું ને મિત્રો ? વિડીયો શેર કરી ધર્મેન્દૃ લખે છે કે મજબૂરી લઇ જાય છે, નહીંતર આ સ્વર્ગમાંથી જવાની કોને ઇચ્છા હોય? હવે ફરી પાછો આવી ગયો છું. જીવતા રહો. ધર્મેન્દૃનો આ વિડીયો છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ લોકોએ નિહાળયો છે. હાલમાં ધર્મેન્દૃ પોતાની પત્ની હેમા માલિની માટે લોકો પાસેથી મત માગી રહયા છે.

તેણે તાજેતરમાં મથુરા સંસદીય મત વિસ્તારના ભાજપના ઉમેદવાર હેમા માલિનીના સમર્થનમાં જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભામાં આ વખતે કેટલીય ફિલ્મોના ડાયલોગ પણ બોલ્યા હતા જેથી સભામાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

ધર્મેન્દૃની ફિલ્મોની વાત કરીએ તે પોતાના બંને  પુત્રો સન્ની અને બોબી દેઓલની ફિલ્મ યમલા પગલા દીવાનામાં ફરી વખત આવ્યા હતા, જો કે આ ફિલ્મ બોકસ ઓફિસ ઉપર કંઇ ખાસ દેખાવ કરી શકી નહોતી.

Read Also

Related posts

સોનું-ચાંદી દરરોજ તોડી રહ્યા છે પોતાના જ રેકોર્ડ, આજના ભાવ જાણી બોલી ઉઠશો ‘ઓ બાપ રે….’

Arohi

અમદાવાદઃ શ્રેય હોસ્પિટલ પહોંચ્યા સરકારના અધિકારીઓ ,આગની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ

Bansari

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, આ રીતે આગે લીધું વિકરાળ સ્વરૂપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!