GSTV
Banaskantha ગુજરાત ટોપ સ્ટોરી

ચકચારી ઘટના / વિધર્મીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી કરાવ્યું ધર્મ પરિવર્તન, પત્ની અને પુત્રને પણ સાથે લઈ જતા પિતાએ પીધુ ઝેર

ધર્મ પરિવર્તન

બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી ધર્મ પરિવર્તની ચકચારી ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જેના પછી યુવતીની માતા અને ભાઈને પણ પોતાના વશમાં કરી તેમનું પણ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જેના પછી પિતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી બે શખ્સોની અટકાયત કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ડીસા પાસે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના ભાઈ અને માતાને વશમાં કરી ધર્મ પરિવર્તન કરાવવાની ચકચારી ઘટના સામે આવી છે. પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જે મામલે પાલનપુર પૂર્વ પોલીસે મુખ્ય આરોપી સહિત બે શખ્સો ની અટકાયત કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કોલેજીયન યુવતી એજાજ શેખ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી તે બાદ એજાજ યુવતીના ઘરે આવવા લાગ્યો હતો અને યુવતીની માતા અને ભાઈને કોઈપણ રીતે વશમાં કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેના પછી પરિવારનો વિરોધ હોવાથી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા યુવતી સહિત ત્રણેય લોકોએ પરિવારથી અલગ રહેવાનું જણાવ્યું હતું અને બાદમાં એજાજ શેખ આ ત્રણેયને લઈને ચાલ્યો ગયો હતો. તે બાદ યુવતીના પિતાએ અવારનવાર એજાજને તેનો પરિવાર પાછો સોંપી દેવાની વિનંતી કરતા હતા. પરંતુ એજાજે તેમને પરિવાર પાછો જોઈતો હોય તો 25 લાખ રૂપિયાની ખંડણી માગી ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો.

ધર્મ પરિવર્તન

વારંવાર ધર્મ પરિવર્તનની વાત સાંભળી કંટાળેલા યુવતીના પિતાએ પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પાલનપુર પૂર્વ પોલીસે એજાજ શેખ મુસ્તુફા શેખ, આલમ શેખ, સત્તર હાજી અને સોહીલ શેખ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલામાં એજાજ શેક અને સત્તાર હાજીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV