GSTV
Rajkot Trending ગુજરાત

સિંહણ અને બચ્ચાઓની આનંદની ઘડીઓ કેમેરામાં કેદ થઈ ! ગરમીમાં ઠંડીનો અહેસાસ મેળવવા કેરીના બગીચામાં આશ્રય લીધો

સિંહણ

ધારી તાલુકાના મોરઝર ગામના આંબાવાડિયાઓ સિંહોના આશ્રય સ્થાન બની રહ્યા છે. ગરમીમાં રાહત મેળવવા માટે મોટા ભાગે બપોરના સમયે અથવા તો સવારના દસ વાગ્યાથી રાત સુધી આંબાવાડિયામાં રહે છે.અહી તાજેતરમાં એક સિંહણ અને ટબૂકલા ત્રણ સિંહબાળે આશ્રય લીધો છે.એમાંયે સિંહણ બચ્ચાઓની પરવરીશ કરતી તેમજ બચ્ચાઓને મા નું ેહેત વરસાવીને સ્તનપાન કરાવતી હોય એવો વીડિયો વાયરલ થતા પ્રકૃતિપ્રેમીઓ ગેલમાં આવી ગયા છેે

સિંહણ

અમરેલી જિલ્લામાં ધારી પંથક કેસર કેરીનો બેલ્ટ ગણાય છે એમાંયે મોરઝર ગામ એવું છે કે ત્યાં ખુબજ આંબાવાડિયા છે અને એ ગામની કેરી ખૂબજ વખણાય છે. અહીની કેરી અનેક જગ્યાએ વેચાવા જાય છે. આ સાલ કેરીની સિઝન મોડી ચાલુ થઈ છે. અહી વારંવાર સિંહો આવતા હોવાથી અને સિંહો આંબાવાડિયાઓમાં રહેતા હોવા છતાં જાણે કે મોરઝરવાસીઓને સાવજો સાથે દોસ્તી થઈ ગઈ હોય એમ એમની સાથે સહજીવન રાખે છે. સિંહો એમને કનેડતા નથી અને લોકો સિંહોને કનડતા નથી. જો સિંહો આવે તો એમને દોસ્ત સમજીને વીડિયો બનાવે કે એમની લાક્ષણિક અદાઓની તસવીરો લઈને સગા વહાલાઓને શેર કરે છે!

Read Also

Related posts

માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

Bansari Gohel

સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો

Hemal Vegda

સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો

pratikshah
GSTV