GSTV

કોરોના કાળમાં દેશ-વિદેશમાં વધી Kangra Teaની માગ, જાણો શું છે તેનું કારણ

કોરોના કાળમાં દેશ અને હિમાચલ પ્રદેશમાં જ્યાં દરેક ક્ષેત્ર પ્રભાવિત થયા છે. હિમાચલની કાંગડા-ટીના વેચાણમાં વધારો નોંધાયો છે. ચા ઉદ્યોગની વાત કરીએ તો આ ઉદ્યોગને કોરોના કાળમાં લાભ મળ્યો છે. અસમ અને દાર્જિલિંગમાં લોકડાઉન લાંબુ ચાલવાના કારણે ત્યાં ઉત્પાદન પ્રભાવિત થયું હતું. જ્યારે કાંગડા ઘાટીના ધર્મશાળામાં ચાના ઉદ્યોગની વાત કરીએ તો તેણે સમય ઉપર મંજૂરી મળતાની સાથે સમય ઉપર કામ શરૂ કરી દીધું હતું અને ચાના ઉદ્યોગને ફાયદો પહોંચ્યો હતો. એટલું જ નહીં પાછલા વર્ષની અપેક્ષાએ આ વર્ષે પ્રતિકિલોગ્રામ ચાનો ભાવ પણ 50 રૂપિયા વધારે મળી રહ્યો છે. વિદેશોમાં જર્મની અને નેધરલેન્ડમાં 3 હજાર કિલોગ્રામ ચા મોકલવામાં આવી છે.

ઉત્પાદનમાં થઈ વૃદ્ધિ, વરસાદ ન થવાથી થયો ફાયદો

આ વર્ષે ધર્મશાળામાં ચા ઉદ્યોગનું ઉત્પાદન પાછલા વર્ષની અપેક્ષામાં 15 હજાર કિલોગ્રામ વધારે છે. પાછલા વર્ષે અત્યારસુધીમાં ધર્મશાળામાં ચાના ઉદ્યોગોએ 1.37 લાખ કિલોગ્રામ ચાનું ઉત્પાદન થયું હતું જ્યારે આ વર્ષે અત્યારસુધીમાં 1.52 લાખ કિલોગ્રામ ચાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અને સીઝન પૂર્ણ થાય ત્યા સુધીમાં 1.65 લાખ કિલોગ્રામ ચાના ઉત્પાદનની આશા છે. ચા ઉદ્યોહ પ્રબંધનોનું માનીએ તો સપ્ટેબર મહિનાથી વરસાદ બંધ છે. તેવામાં જો વરસાદ વરસતો હોય તો આ ઉત્પાદન 1.85 લાખ કિલોગ્રામ સુધી પહોંચી શક્યું હોત.

કાંગાડાની ચા ઘણી લોકપ્રિય છે

ઉલ્લેખનીય છે કાંગડા ઘાટીમાં ઉત્પાદીત થનારી ચા દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશોમાં પણ બહુ માગ રહે છે. જો કે, ધર્મશાળા ચા ઉદ્યોગ પ્રબંધન કોરોનાના કારણે લોકડાઉનના કારણે ચિંતિત હતું, પરંતુ સમય ઉપર મંજૂરી મળતા ચા ઉદ્યોગોને લાભ પહોંચ્યો છે. કાંગડા ટી દેશ અને વિદેશમાં ઘણી પ્રસિદ્ધ છે. ત્યાં સુધી તર્ક લગાવવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે કાંગડા ટી અસરકારક છે.

શું બોલ્યા પ્રબંધક

ધર્મશાળા ચા ઉદ્યોગના પ્રબંધક અમનપાલ સિંહે જણાવ્યું કે, કોરોના કાળમાં નુકશાનની જગ્યાએ ફાયદો થયો છે. કારણ કે, ઉત્પાદન સમય સર શરૂ થઈ ગયું છે. પાછલા વર્ષની અપેક્ષાએ પ્રતિ કિલોગ્રામ ભાવ પણ 50રૂપિયા વધારે મળી રહ્યો છે. તો આ વર્ષે વરસાદ સારો થવાથી ઉત્પાદનમાં પણ વધારો થયો છે. સપ્ટેમ્બરની મધ્યમાં વરસાદ નહીં થવાના કારણે કમી આવી હતી. પરંતુ બાદમાં ઉત્પાગન પાછલા વર્ષની અપેક્ષાએ વધારે છે અને જો વરસાદ યથાવત રહી હોત તો ઉત્પાદનમાં વધારે વધારો થઈ શકત.

Related posts

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah

ખેડૂત આંદોલનને લઈને બોલિવૂડમાં જંગ છેડાઈ, કંગના અને દિલજીત વચ્ચે સોશિયલ મીડિયા પર થઈ ગાળાગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!