GSTV
Bollywood Entertainment ટોપ સ્ટોરી

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

ધનુષ

સાઉથના સુપરસ્ટાર ધનુષે આજે એક મોટી અનાઉન્સમેન્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. ધનુષે પત્ની ઐશ્વર્યાથી અલગ થવાની જાહેરાત કરી છે અને આ જાહેરાતથી ફેન્સ આશ્ચર્યચકિત છે. જણાવી દઈએ કે ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની દીકરી છે.

ધનુષ

ધનુષે અનાઉન્સ કરતાં લખ્યું કે અમે 18 વર્ષ સુધી સાથે હતા જેમાં અમે મિત્રો, કપલ અને પેરેન્ટ્સ તરીકે સાથે રહ્યા હતા. આ સફરમાં આપણે ઘણું જોયું છે. આજે આપણા રસ્તાઓ અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને હું હવે એક કપલ તરીકે અલગ થઈ રહ્યા છીએ. પ્લીઝ અમારા નિર્ણયનો આદર કરો અને અમને પ્રાઈવસી આપો.

જણાવી દઈએ કે ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી છે. બંનેએ 2004માં લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે. વચ્ચે ઘણી વખત આ કપલના અલગ થવાના સમાચાર આવ્યા છે, પરંતુ તેઓ ઘણીવાર મીડિયાના સવાલોને ટાળતા જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

મની લોન્ડરિંગ કેસ / અભિનેત્રી જેકલીનને આંશિક રાહત, ફર્નાન્ડીઝને વિદેશ જવાની આપી મંજૂરી

Hardik Hingu

ફાઈવ સ્ટાર ઉતારો / રાજસ્થાન રોયલ્સની ટીમ રોકાઈ છે અમદાવાદની આ હોટેલમાં, જૂઓ અંદરની તસવીરો

Hardik Hingu
GSTV