GSTV

ધનતેરસે આ રાશીના જાતકો ખરીદી ટાળે : સોનું દરેક રાશી માટે નથી શુભ

ધનતેરસ 2018ના પવિત્ર દિવસ 5મી નવેમ્બરે સોમવારે છે. ધનતેરસ પર મોટાં ભાગના લોકો સોનાના ઘરેણાં લેતાં હોય છે કે પછી સોના ચાંદીના સિક્કા તો અચૂક લેતા હોય છે. શું  તમે જાણો છે આ દિવસે સોનું ખરીદવું એ તમામ લોકો માટે શુભ હોતું નથી.

ધનતેરસ સોનું-ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ ખરીદવા માટે ખૂબ જ શુકનવંતો દિવસ મનાય છે. ગયા વર્ષે ધનતેરસ વખતે સોનાના ભાવ 10 ગ્રામના રૂપિયા 30,000 હતા, જે હાલમાં રૂપિયા 32,550 છે. વૈશ્વિક સ્તર પર સોનું ન્યૂ યોર્કમાં શુક્રવારે 1,233.80 પ્રતિ ઔંસ ક્વોટ થયું હતું. છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત આગેકૂચ જોવા મળી રહી છે. તાજેતરમાં જ સોનાએ લાંબા સમય પછી રૂપિયા 33,000 લેવલ પણ પાર કરી દીધું હતું. લોકો અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સોનાને સલામત રોકાણના વિકલ્પ તરીકે પસંદ કરીને ખરીદી કરી રહ્યા છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમામ રાશિ માટે સોનું શુભ નથી. સોનાનો સંબંધ બૃહસ્પતિ સાથે છે. તે ઝેરી તત્ત્વો કે રેડિએશનને શોષી લે છે. સોનાના ઘરેણાં બધાંને આકર્ષિત કરે છે પણ જાણકારોનું માનીએ તો પહેરવું એ માત્ર આકર્ષણ કે સુંદર દેખાવાનો વિષય નથી. તેના શુભ અને અશુભ પ્રભાવને પણ જોવો જોઈએ. ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા આ વાત જાણી લો…

સોનાના ભાવમાં તાજેતરમાં આવેલી સારી એવી તેજીને પગલે ભાવ ખાસ્સા વધી ગયા હોવાથી આ વર્ષે ધનતેરસના દિવસે સોનાની ખરીદી પર અસર થાય તેવી શક્યતા છે.  જો નરમાઈ ચાલુ રહેશે તો સતત બીજા વર્ષે સોનામાં ધનતેરસના દિવસે નબળું વેચાણ જોવા મળશે. ગયા વર્ષે ધનતેરસની સીઝનમાં સોનાનું વેચાણ 2016ની સરખામણીમાં 30 ટકા ગગડી ગયું હતું. ગયું વર્ષ ગોલ્ડ ઇન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યું છે. નવેમ્બર 2016માં નોટબંધી અને જુલાઈથી જીએસટીના અમલ જેવાં કારણોથી સોનામાં નરમાઈ જોવા મળી હતી.

મેષ, કર્ક, સિંહ અને ધન રાશિના લોકો માટે સોનું ખરીદવું શુકનિયાળ અને શુભ ફળદાયી નિવડે છે. આ રાશિ માટે સોનાની ખરીદી ઉત્તમ ગણાય છે. આ રાશિવાળા લોકો ધનતેરસના દિવસે જરૂર સોનું ખરીદે. તો વૃશ્રિક અને મીન રાશિ માટે સોનુ ખરીદવું એ મધ્યમ ફળદાયી હોય છે. શુભ કે અશુભ ખાસ નહિં. વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિવાળા લોકો માટે સોનું ઉત્તમ હોતું નથી. આ રાશિના લોકોએ ધનતેરસ પર સોનું ન ખરીદવું જોઈએ. તેમણે ચાંદી કે સફેદ સોનું ખરીદવું જોઈએ.

તુલા અને મકર રાશિના વ્યક્તિઓ માટે સોનું ખરીદવું ક્યારેય શુભ ફળદાયી હોતું નથી. તેમણે સોનાને બદલે હીરાની કે અન્ય રત્નોની કે પછી ઉપરત્નોની ખરીદી કરવી જોઈએ. તેનાથી તેમને વિશેષ લાભ થાય છે. સોના, ચાંદી, પ્લેટિનમ કે હીરા, માણેક, રત્નો -ઉપરત્નોની ખરીદી કર્યા પછી તેની સાચવણી પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. સોનું ભલે ન પહેરતા હોય પણ તેને યોગ્ય જગ્યાએ સાચવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

Related posts

કોરોનાના દર્દીઓની સેક્સ લાઈફ બગડશે, સંભોગ સમયે નહીં કરી શકે આ વસ્તુઓ

Mayur

Corona હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈ રહ્યા છો? તો રાખો આ 5 વાતોનું ખાસ ધ્યાન

Arohi

આ દેશે ‘Corona વાયરસ’ શબ્દ પર મૂક્યો પ્રતિબંધ, માસ્ક પણ નહીં પહેરી શકે લોકો!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!