GSTV
Life Religion Trending

Dhanteras 2020: આજના દિવસે કરો ‘કુબેર કુંજી’ સ્થાપના, ક્યારેય નહી ખૂટે ધન-ધાન્યના ભંડાર

કુબેર

વર્ષે 12 અને 13 નવેમ્બરના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કારણ કે ત્રયોદશી તિથિ 12 નવેમ્બરની સાંજથી શરૂ થઈ છે. અને 13 નવેમ્બરની બપોર સુધી રહેશે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કુબેર કુંજીની સ્થાપનાથી આ દિવસે પણ ઘણો ફાયદો થાય છે.

કુબેર કુંજી એ એક પ્રકારનું યંત્ર છે જે આર્થિક સમૃદ્ધિ માટે ખાસ સ્થાપિત કરવામાં આવે છે. જો ધંધામાં કોઈ નુકસાન થાય,  ઘરમાં કોઈ બરકત ન રહેતી હોય અથવા આર્થિક નુકસાન વારંવાર થઈ રહ્યું છે, તો આ આ દિવાળી પર તમે તમારા ઘરે કુબેર કુંજીની સ્થાપના કરી શકો છો.

કુબેરદેવનો મળે છે આશીર્વાદ

કુબેર કુંજીની સ્થાપનાથી કુબેર દેવના આશીર્વાદ મળે છે. જેમ મા લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે, તે જ રીતે કુબેરની પણ તે સંપત્તિની સુરક્ષા કરવાની જવાબદારી છે. અર્થાત્ કુબેર લક્ષ્મીના ખજાનાની રક્ષા કરે છે. તેથી, દિવાળી પર લક્ષ્મી પૂજાની સાથે, કુબેર પૂજાનું પણ તેનું મહત્વ છે. ધનતેરસના દિવસે જો કુબેર કુંજીની સ્થાપના કરવામાં આવે તો આર્થિક સમૃદ્ધિના તમામ માર્ગ ખુલી જાય છે.

કુબેર કુંજીની સ્થાપના કેવી રીતે કરશો

આ યંત્રની ધનતેરસના દિવસે સ્થાપના કરવામાં આવે છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ સ્થાપના શુભ મુહૂર્તમાં થાય તેનો વિશેષ ખ્યાલ રાખવો જોઇએ. સૌ પ્રથમ તેને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, પછી વિધિ વિધાનથી શુભ મુહૂર્તમાં કુબેરની કુંજીની પૂજા કરો, હળદર અને સિંદૂર ચડાવો અને મા લક્ષ્મીની પૂજા કરો અને તેમની પાસે સમૃદ્ધિના આશીર્વાદ માંગો. છેલ્લે, દક્ષિણ તરફ, મુખ રાખીને ‘ઓમ કુબેરાય નમ:’ મંત્રનો જાપ કરો.

કુબેર

જ્યારે પૂજા સંપન્ન થાય , ત્યારે કુબેર કુંજી તમારા પર્સ અને તિજોરીમાં રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે ભગવાન કુબેર આ દિવસે આ યંત્રની માત્ર સ્થાપનાથી  પ્રસન્ન થઇ જાય છે સાથે જ તેમના આશીર્વાદ પણ તમારા પર હંમેશા રાખશે. આવી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગી થતી નથી કે કોઈ આર્થિક નુકસાનનો સામનો કરવો પડતો નથી.

દિવાળી પર પણ કરી શકો છો કુબેર કુંજીની સ્થાપના

જો કોઈ કારણસર ધનતેરસના દિવસે કુબેર કુંજીની સ્થાપના કરી શક્યા ન હોવ, તો દિવાળી પર કુબેર કુંજીની સ્થાપના થઈ શકે છે. સ્થાપનાની વિધિ સમાન જ રહેશે. પરંતુ જો શક્ય હોય તો, તેની સ્થાપના પહેલાં જ્યોતિષ અથવા કોઈપણ પંડિતની સલાહ લેવી હિતાવહ રહેશે.

Read Also

Related posts

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan
GSTV