GSTV
Home » News » લાંબા આયુષ્યની સાથે ભરપુર લક્ષ્મી જોઈએ છે તો ધનતેરસનાં દિવસે કરો આ કામ

લાંબા આયુષ્યની સાથે ભરપુર લક્ષ્મી જોઈએ છે તો ધનતેરસનાં દિવસે કરો આ કામ

દિવાળીનાં બે દિવસ પહેલાં ધનતેરસનો પર્વ પણ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 25 ઓક્ટોબરનાં દિવસે શુક્રવારે ઉજવવામાં આવશે. શાસ્ત્રો મુજબ ધન પ્રાપ્તિ સિવાય ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબી ઉંમરની કામના સાથે અમુક સાર્થક ઉપાય અવશ્ય કરવો જોઈએ. જો તમે લાંબા આયુષ્યની સાથખે જીવનમાં ભરપુર ધન ઈચ્છે છે  તો  ધનતેરસનાં દિવસે આ ઉપાય જરૂર કરો.

કરો આ સરળ ઉપાય

જે પ્રકારે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા હતા. તે પ્રકારે ભગવાન ધન્વંતરી પણ અમૃત કળશની સાથે સમુદ્ર મંથનમાંથી જ ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મીને ધન વૈભવની દેવી કહેવામાં આવે છે. અને ભગવાન ધનવંતીને આરોગ્યનાં દેવતા કહેવામાં આવે છે. જીવનમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય હોવું પહેલું ધર્મ માનવામાં આવે છે. મા લક્ષ્મી પાસેથી લાંબુ આયુષ્ય તેમજ અપાર ધનનું વરદાન જોઈએ તો ધનતેરસનાં દિવસે તમારા ઘરને, આંગણાને અને વેપાર કેન્દ્રને દીપકથી જરૂર સજાવો. સાથે જ ધનતેરસનાં પર્વથી લઈને દીપાવલી સુધી રોજ 7 અથવા 11 દીપક ઘરનાં આંગણામાં જલાવો. આવુ કરવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ લાંબુ આયુષ્ય બંને વરદાન પ્રાપ્ત થાય છે.

ધન પ્રાપ્તિ માટે ધનતેરસનાં દિવસે કોઈ પણ જૂના પીપળાનાં વૃક્ષની નીચે સૂર્યોદયની પહેલાં લગભગ સવારે પાંચ વાગ્યે તેમજ સૂર્યાસ્ત બાદ તરત ગાયનાં ઘીનાં 11 દીવડા જલાવો તેમજ ત્યાં બેસીને શ્રી સુક્તના પાઠ કરો. આ ઉપાયથી તમારી અનેક મનોકામના પુરી થવા લાગશે.

ધનતેરસનું મહત્વ

એવી માન્યતા છેકે, આ દિવસે નવી ભેટો, સિક્કા, વાસણો તેમજ ઘરેણાની ખરીદારી કરવી વધારે શુભ હોય છે. આ દિવસે શુભ મુહૂર્તના સમયે પુજામાં સાથે સાત ધાન ઘઉ, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરનું મહત્વ છે. ધનતેરસનાં દિવસે ચાંદી ખરીદવી પણ શુભ રહે છે.

READ ALSO

Related posts

‘સલમાને મને રિક્વેસ્ટ કરી કે…’ જાણો શા માટે રાખી પોતાના પતિ સાથે બિગ બોસ 13નો હિસ્સો ન બની

Kaushik Bavishi

અભિનેતા રૂષિ કપૂરે દિકરા રણબીર અને આયુષ્યમાન સાથે પોતાને સરખાવ્યા,પછી બોલ્યા કે…

pratik shah

Video: Bigg Bossમાં પૂલમાં હસીનાઓ સાથે રોમેન્ટિક થયો સિદ્ધાર્થ શુક્લા, જોઇને શહેનાઝના થયાં આવા હાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!