GSTV

ધનતેરસ 2018: સોનું ખરીદવાના હોવ તો આ રીતે અસલી છે નકલી ચૅક કરી લેજો

ધન તેરસના અવસરેહજારો લોકો સોનું ખરીદે છે. માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવું શુભ છે. આ જકારણે દિવાળી અને દેવ ઉઠી અગિયારસ બાદ થતાં લગ્ન માટે આ જ દિવસે સોના-ચાંદીનાઘરેણાની ખરીદી કરી લેવામાં આવે છે. આ જ કારણે સોનામાં હેરા-ફેરીના અનેક કિસ્સાઓસામે આવે છે. સરકાર પણ લોકોને હૉલમાર્કની જાહેરાત દ્વારા લોકોને જાગૃત કરવાનોપ્રયાસ કરે છે પરંતુ તેમ છતાં ઘણાં લોકો છેતરાઇ જાય છે. આ ધનતેરસમાં તમારી સાથે પણઆવું કંઇ ન બને તે માટે અહીં જાણો અસલી અને નકલી સોનાની ઓળખ કરવાની ટ્રિક્સ સાથેતેની શુદ્ધતા ઓળખ કરવાની કેટલીક સરળ રીત.

સોનાની શુદ્ધતાને આરીતે ચકાસો

સૌથી શુદ્ધ સોનું 24 કેરેટ (99.9 ટકા શુદ્ધ) હોય છે. પરંતુ તેનાથી ક્યારેય ઘરેણા ન બની શકે. કારણ કે તે ખૂબ જ મુલાયમ હોય છે. સોનાને અલગ-અલગ આકારમાં ઢાળવા માટે અન્ય ધાતુ સાથે મિક્સ કરવામાં આવે છે તેથી બજારમાં 23,22 અને 18 કેરેટના ઘરેણા મળે છે. તમે ઘરેણા પર લખેલા હૉલમાર્ક પરથી સોનાના કેરેટને ઓળખી શકો છે.

  • 24 કેરેટ- 99.9 ટકાસોનુ
  • 23 કેરેટ-95.8 ટકાસોનુ
  • 22 કેરેટ-91.6 ટકાસોનુ
  • 21 કેરેટ-87.5 ટકાસોનુ
  • 18 કેરેટ-75.0 ટકાસોનુ
  • 17 કેરેટ-70.8 ટકાસોનુ
  • 14 કેરેટ-58.5 ટકાસોનુ
  • 9 કેરેટ- 37.5 ટકાસોનુ

તમે આ અંગેની જાણકારીબ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની વેબસાઇટ http://www.bis.org.in/cert/hallbiscert.htm પર પણ મેળવી શકો છો.

સોનાની શુદ્ધતા સમજવામાટે હંમેશા અપનાવો આ ફોર્મ્યુલા

કેરેટ ÷ 24 x 100

માની લો કે તમારા ઘરેણા 22 કેરેટના છે તો (22 ÷24 x100) તો થયાં 91.6, તો તમારા સોનાની શુદ્ધતા 91.6 ટકા છે બાકી 8.34 ટકા તેમાં ધાતુ મિશ્રિત છે જે ઘરેણાને આકારમાં લાવવા માટે જરૂરી છે.

આ રીતેસમજો સોનાની કિંમત

10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 32,885 છે અને તમે 22 કેરેટના ઘરેણા ખરીદી રહ્યાં હોય તો તેની કિંમત કાઢવા માટે આ ફોર્મ્યૂલાને જુઓ.

(ઘરેણાની કિંમત x ગ્રામમાં તેનું વજન + મેકિંગ ચાર્જીસ + 3 ટકા GST) તમે આ ફૉર્મ્યૂલાથી ઘરેણાની સાચી કિંમત કાઢી શકો છો.

10 ગ્રામ સોનાની કિંમત-32,885 (તેને 10થી ભાગશો તો 1 ગ્રામ સોનાની કિંમત મળશે 3,288 રૂપિયા)

22 કેરેટ એટલે કે (9.16 સોના)ની કિંમત થશે =3,288 x 9.16 = 30,118 રૂપિયા.

હવે તેમાં સોનીના મેકિંગ ચાર્જીસ, 3 ટકા જીએસટી સાથે જોડો.- માની લો કે મેકિંગ ચાર્જીસ છે 10 ટકા તો 30,118નો દસમો હિસો થયો 3,011 (30,118 +3,011 =33,129) હવે આ કુલ રાશિના 3 ટકા થયાં 993 રૂપિયા. તો ટોટલ થ. 34,122 રૂપિયા.

તમને 22 કેરેટની 10 ગ્રામ જુલરી 34,122 રૂપિયામાં મળશે. આ જ ફોર્મ્યુલા તમામ કેરેટની જુલરી પર લાગૂ થાય છે. તમે કોઇપણ કેરેટનું સોનુ ખરીદો ,કિંમત કાઢવાનો આ જ ફોર્મ્યુલા છે.

તેથી હંમેશા ધ્યાન રાખો કે તમે કયા ભાવે કેટલા કેરેટનું સોનુ ખરીદી રહ્યાં છો કારણ કે ઘણીવાર 18 કેરેટના ઘરેણા 23 કેરેટના ભાવે વેચવામાં આવે છે અને તમારી સાથે છેતરપીંડી કરાવમાં આવે છ. તેથી હૃલમાર્કથી ઘરેણાની ગુણવત્તા ઓળખો અને પાકુ બિલ જરૂરથી લો.

અસલી અને નકલી સોનાને આ રીતે ચકાસો

મોટા ભાગના લોકોને સોનાની ઓળખની જાણકારી હોતી નથી. સરકારે આમ કો હોલમાર્કની જાહેરાત દ્વારા લોકોને થોડા જાગરૂત કર્યા છે, પરંતુ આ ઉપરાંત કેટલાક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં સોનીના શિકાર બની છે અને નકલી સોનું ખરીદી બેસે છે. એટલા માટે તમારી કમાણીને નકલી સોનામાં વેડફ્યાની જગ્યાએ નીચે આપેલી ટિપ્સને વાંચો અને સોનાને સારી રીતે ઓળખો રિયલ છે કે નકલી.

સૌથી વધારે જરૂરી આ તથ્યને જાણવું છે કે 24 કેરેટ ગોલ્ડની જ્વલેરી બનતી નથી. જો કે રિયલ સોનું 24 કેરેટનું જ હોય છે, પરંતું તેની આભૂષણ બનતા નતી. કેમકે તે ખબુજ મુલાયમ હોય છે. સામાન્ય રીતે જ્વેલેરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 91.66 ટકા સોનું હોય છે. હોલમાર્ક પર પાંચ અંક હોય છે. દરેક કેરેટનો હોલમાર્ક અલગ હોય છે. ઉદાહરણ તરીકે 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખ્યું હોય છે.

સોનું ખરીદતા સમયે જરૂર રાખો આ સાવચેતી
1. ચુંબક ટેસ્ટ 
તેના માટે હાર્ડવેરની દુકાનથી ચુંબક લો અને તેને સોનાની જ્વેલેરી પર લગાવો. જો તે ચોંટી જાય તો તમારું સોનું રિયલ નથી અને જો તે ના ચોંટે તો તે રિયલ છે. કેમ કે સોનું ચુમ્બકીય મેટલ નથી. આ રીતે કેટલાક કેમિકલ અને એસિડ હોય છે જેના ઉપયોગથી સોનાની ગુણવત્તા પારખી શકાય છે. સોનાના સંપર્કમાં આવ્યા બાદ તેનાપર કોઇ અસર નથી થતી પરંતુ અશુદ્ધ સોનાના સંપર્કમાં આવતા તે રિએક્ટ કરે છે.

2. સિરામિક થાળી 
આ ટેસ્ટને પૂરો કરવા માટે એક સફેદ સિરામિક થાળી લો. હવે સોનાની જ્વેલેરી અથવા સોનાને તે પ્લેટ પર ઘસો. જો આ ખા થાળી પર સોનાના નિશાન પડે તો આ સોનું નકલી છે. અને જો આછા સોનેરી રંગના પડે તો સોનું રિયલ છે.

3. પાણી ટેસ્ટ 
વધુ એક સૌથી સરળ પદ્ધતિ છે પાણી ટેસ્ટ, તેના માટે એક ઉંડા વાસણમાં 2 ગ્લાસ પાણી નાખો અને સોનાની જ્વેલેરીને આ પાણીમાં નાખી દો. જો તમારુ સોનું પાણી પર તરે તો તે નકલી છે, ત્યારે તમારી જ્વેલેરી પાણીમાં ડૂબી જાય તો તે રિયલ છે.

4. દાંતોથી કરો ટેસ્ટ 
આ બધા ઉપરાંત વધુ એખ પદ્ધતિ છે. જેમાં સોનાને તમારા દાંતો વચ્ચે થોડીવાર દબાવી રાખો. જો સોનું સાચું હશે તો તેના પર તમારા દાંતનાનું નિશન જોવા મળશે. કેમકે સોનું એક ખબુજ નાજુક મેટલ છે. જ્વેલેરી પણ પ્યોર 24 કેરેટની બનતી નથી તેમાં પણ કેટલીક માત્રામાં અન્ય મેટલ ઉમેરવામાં આવે છે. આ ટેસ્ટને આરામથી કરો, વધારે પડતું દબાવાથી તે તુટી જાય છે.

5. પરસેવાથી કરો ટેસ્ટ

લોખંડ કે કોઇપણ ધાતુને પરસેવો સ્પર્શે તો તેમાંથી ગંધ વે છે. પરંતુ સોના પર ગમે તેટલો પરસેવો લાગે તેમાંથી ક્યારેય દુર્ગંધ નથી આવતી.

Related posts

સ્વદેશ પાછા ફરી રહેલાં નેપાળીઓ ઉપર પોતાના જ દેશની પોલીસે કર્યો લાઠીચાર્જ

Karan

Corona ઇફેક્ટ: અછતના નામે કાળા બજારી શરૂ, દુકાનોમાં સિંગતેલના સહિતના ખાદ્યતેલના ડબ્બા ખૂટી પડ્યા

Bansari

અમદાવાદના વૃધ્ધ દંપતીએ આપી Coronaને માત, આ રીતે જીતી મોત સામેની જંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!