GSTV
Gujarat Government Advertisement

શાહઆલમ પથ્થરમારા કેસમાં આરોપી દાણીલીમડાનાં કોર્પોરેટર AMCની બોર્ડ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા

Last Updated on January 29, 2020 by Mansi Patel

અમદાવાદ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ હાજરી આપવા પહોંચ્યા છે. પોલીસ જાપ્તા સાથે કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા છે. કોર્ટ દ્વારા 5 કલાકના જમીન આપવામાં આવ્યા છે.જો આજે તે બોર્ડમાં હાજર ન રહે તો તેનું કોર્પોરેટર પદ જોખમાય તેમ હતું.જેથી કોર્ટે 5 કલાકના જમીન આપ્યા છે.

ઉલ્લેખનીય છેકે, CAAના વિરોધમાં શાહઆલમમાં વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ પર પથથરમારો કરાયો હતો. પોલીસે શાહઆલમના કોર્પોરેટર શહેઝાદ પઠાણ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. ધરપકડના કારણે શહેઝાદ પઠાણ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહી શક્યા ન હતા. અગાઉ એક સામાન્ય સભામાં તે લીવ લઈ હાજર રહ્યા ન હતા.

બે સામાન્ય સભામાં તે ગેરહાજર રહ્યા હોવાને કારણે આગામી ત્રીજી સામાન્ય સભામાં તેમને હાજર રહેવું ફરજીયાત બન્યુ છે. કોઈપણ કોર્પોરેટર સળંગ ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહે તો તે ડીસ્કવોલીફાઈ થાય છે. જેથી શહેઝાદે સભામાં હાજર રહેવા કોર્ટમાંથી જામીન માંગ્યા હતા કોર્ટે તેમને પાંચ કલાકના જામીન આપ્યા છે. જેથી તેઓ સામાન્ય સભામાં હાજરી આપવા પહોંચ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડેલી ડેટા ખતમ થવાની ઝંઝટથી હવે છૂટકારો! Viએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, મન ફાવે તેમ ડેટાનો કરો ઉપયોગ

Zainul Ansari

કોરોનાને આમંત્રણ/ બીજી લહેરથી કઈ નથી શીખ્યા લોકો, ફરી શહેરના એક મોલમાં ઉમટી પડયા લોકો

Pritesh Mehta

લો-ગાર્ડન મનપા માર્કેટના વેપારીઓએ કરી રજૂઆત, ભાડું માફ કરવા કરી માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!