બનાસકાંઠા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતીમાંથી હજુ બેઠુ થયું નથી, ત્યાં ફરી એક વખત ધાનેરાની વિક્ટ સ્થિતિ સર્જાઇ છે. ધાનેરામાં ભારે વરસાદના કારણે ફરી પૂરની પરિસ્થિતી સર્જાય તેવું જોખમ ઉભુ થયું છે. અહીંની રેલ નદી જ્યાં ભારે વરસાદથી બેફામ પાણીની આવક થઈ છે. આ પાણી અગાઉ કરતા બમણી માત્રામાં આવે તેવી શકયતા સર્જાઇ છે,ત્યારે હાલમાં જોખમને જોતા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશો આપીને એલર્ટ કરી દેવાયું છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના ઝાલોરમાં થઇ રહેલા ભારે વરસાદને પગલે ધાનેરામાંથી પસાર થતી રેલ નદીના ઉપરવાસના વિસ્તારમાં પાણીનું જળસ્તર વધી ગયું છેઅને એકાદ કલાકમાં આ પાણી ધાનેરામાં પહોંચવાની શક્યતા પણ જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં બે દિવસ અગાઉ સૌથી વધુ પ્રભાવિત ધાનેરા જ થયું હતું અને સૌથી વધુ પાણીત્યાં જ ભરાયા હતાં. આવામાં ફરી એક વખત ધાનેરા પર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. GSTVએ આ બાબતે આરોગ્તંય પ્રધાન શંકરસિંહ સાથે ફોન પર વાચતીક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીવી અને અન્ય માધ્યમો દ્વારા અમે લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. આ ઉપરાંત અધિકારીઓને પણ આ બાબતે સૂચના આપી અલર્ટ રહેવાનું જણાવાયું છે.

હવામાન વિભાગની આગાહી : હજુ 2 દિવસ સુધી ગુજરાતના માથે રહેશે ભારે વરસાદ
અરવલ્લીના ધનસુરાનુ મોદરા ગામ સંપર્ક વિહોણું, જુઓ VIDEO
વરસાદને કારણે અમદાવાદ આવતી ફ્લાઇટો એક કલાક મોડી
VIDEO: મહેસાણામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ, બહુચરાજી અને કડી પંથકમાં 5 કલાકમાં 6 ઇંચ