ગુજરાતમાં ચૂંટણી પહેલાં માહોલ બગડી રહ્યો છે. આજે ગુજરાત ભરમાં ધંધૂકાના કેસના પડઘા પડ્યા છે. રાજ્યભરમાં હોબાળાઓ વચ્ચે આવેદનપત્રો આપવામાં આવ્યા છે. રાધનપુરમાં યુવતી પર વિધર્મી યુવાને હિન્દુ યુવતી પર હુમલાની ઘટના મામલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યાં રાજકોટમાં પણ ધંધૂકાવાળી થતાં થતાં રહી ગઈ હતી. પોલીસે ગુજરાતના સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવાની જરૂર ઉભી થઈ છે. ગુજરાતનો માહોલ બદલાઈ રહ્યો છે. પોલીસ તંત્રએ પણ આ મામલે સાવચેત રહેવાની જરૂર હતી. એક કાંકરીચાળો મોટા બનાવમાં ન ફેરવાય એ માટે પોલીસ અને ગુજરાત સરકારે પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આજે દિવસભર પોલીસ બંદોબસ્તમાં દોડતી રહી છે. ધંધૂકામાં પોલીસે કેસ ઉકેલી લીધો છે. રાધનપુરમાં પણ યુવકને ઝડપી લેવાયો છે. ધંધૂકાના કેસની તપાસ પણ એટીએસને સોંપી દેવાઈ છે. પોલીસ આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે પણ સોશિયલ મીડીયા માહોલ બગાડે એ પહેલાં કાર્યવાહીની જરૂર છે. આજે પાટણ અને રાધનપુર પોલીસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિતના પોલીસ કર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એલસીબી ,એસઓજી બે ડીવાયએસપી સહિત ૨૦૦ પોલીસ કર્મીનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ મોટો બનાવ ન બને. આમ છતાં પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો હતો.

ધંધૂકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે અને ધંધૂકા બાદ બોટાદ, રાણપુર બંધ રહ્યા પછી આજે શનિવારે બાવળા સંપૂર્ણ બંધનું એલાન હિન્દુ યુવા વાહીની, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા આપવામાં આવ્યું હતું. અમદાવાદના ધધુકામાં યુવકની હત્યા મામલે જમાલપુરમાં રહેતા મૌલાના ઐયુબ જાવરવાલાની ધરપકડ બાદ ખુલાસો થયો છે. આરોપી મૌલાના ઐયુબ જાવરવાલા ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયા મારફતે કટ્ટરવાદી સ્પીચ આપીને યુવકોને ભડકાવતો હોવાનું પણ ખૂલ્યું છે. પોલીસે કટ્ટરવાદી સંગઠન અને સોશિયલ મીડિયાને લઈને તપાસ શરૂ કરી છે. સાથો સાથ ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે. કેસ એટીએસના હાથમાં જતો રહ્યો છે.
રાધનપુર સજ્જડ બંધ
રાધનપુરના શેરગઢ ગામે યુવતી પર થયેલા જીવલેણ હુમલા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા આજે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યુ છે. બંધને પગલે રાધનપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલે ચૌધરી સમાજની દિકરી પર વિધર્મી યુવક દ્વારા કરાયેલા હુમલા મામલે આદર્શ વિદ્યાલયમાં ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજની બેઠક થઇ હતી. જેમાં શનિવારે રાધનપુર સજ્જડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલા હુમલા મામલે શંકર ચોધરીએ મધ્યસ્થી કરતા રેલી રદ થઈ હતી. આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જો કે પોલીસે ટોળા પર કાબૂ મેળવવા ભારે મહેનત કરવી પડી હતી. લોકોમાં આક્રોશ ચરમ સીમાએ પહોંચતા ટોળું બેકાબૂ બન્યું હતુ. રાધનપુરના શેરગઢ ગામે યુવતી પર હુમલો કરનારા વિધર્મી યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિધર્મી યુવકની પૂછપરછ કરી હતી. વિધર્મીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. યુવતી પર જીવલેણ હુમલો કરીને વિદ્યર્મી યુવક ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. લોકોએ આરોપીને ઝડપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. ઘટના બાદ રાધનપુર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.
રાજકોટમાં પણ બબાલ
રાજકોટના સોશિયલ મીડીયામાં ધાર્મિક ટિપ્પણી કરીને વિધર્મી યુવકોએ માર માર્યાનો આક્ષેપ કરાયો છે. ૨૫થી વધુ લોકોએ ટોળું કરીને પાંચ યુવકોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સોશિયલ મીડિયા થકી ધાર્મિક ટિપ્પણી દૂર નહીં કરતા યુવકને માર મારવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાયો હતો. પોસ્ટ ડિલીટ કરવાનું કહી વિધર્મી લોકોએ હિન્દુ યુવકને ધમકી આપી હતી અને સમાધાન માટે બોલાવી 25 લોકોના ટોળાએ પાંચ જેટલા હિન્દુ યુવાનો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. શહેર પોલીસે ભક્તિનગર, થોરાળા અને બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજી. જેમાં દરેક સમાજના લોકોને સાથે મળી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોલીસ નજર રાખી રહી છે. આવી કોઈપણ ઉશ્કેરણીજનક પોસ્ટ મુકશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં