GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

Big Breaking / કિશન ભરવાડ મર્ડર કેસ મામલે મોટા સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ એજન્સીને સોંપી તપાસ

ધંધુકામાં કિશન ભરવાડને ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી હતી. તેને લઈ રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ કેસના આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. હવે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધંધુકા મર્ડર કેસની તપાસ ATSને સોંપી છે.

આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ધંધુકા માં બનેલી હિંસક ઘટનાનો કેસ ATS ને સોંપવા માં આવેલ છે. પીડિત પરિવારને ન્યાય આપવા દૃઢ કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે.

આણંદના તારાપુરમાં હિંદુ સંગઠનોએ આરોપીઓ વિરૃદ્ધ કેસ ચલાવી ઝડપી સજા કરવાની માંગ કરી

અત્રે તમને જણાવી દઇએ કે, ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાના ગુજરાતમાં ચારે બાજુ ભારે પડઘા પડ્યાં છે. જેમાં આણંદના તારાપુરમાં પણ ધંધુકામાં થયેલી યુવકની હત્યાના પડઘા પડ્યા હતાં. વિવિધ હિંદુ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર આપીને આરોપીઓ વિરૃદ્ધ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી સજા કરવાની માંગ કરી હતી. તો સાથો સાથ 30 જાન્યુઆરીએ તારાપુર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. વિવિધ હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં તારાપુર માર્કેટયાર્ડમાં એકત્રિત થયા હતાં. ત્યાર બાદ બેનરો સાથે મૌન રેલી યોજવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના માલધારી સમાજમાં રોષ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ખંભાળિયામાં કિશનની હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે માલધારી સમાજ રોડ પર ઉતર્યો. ખંભાળિયામાં માલધારી સમાજના લોકોએ રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી. જે બાદ માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

કિશન ભરવાડ નામના યુવકની સરાજાહેર હત્યાનાં વિરોધમાં વલ્લભીપુર સજ્જડ બંધ

ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની સરાજાહેર હત્યાનાં વિરોધમાં વલ્લભીપુર સજ્જડ બંધ રહ્યું. વલ્લભીપુરમાં હિંદુ સંગઠન દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મોટી સંખ્યાં નીકળેલી રેલીએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આરોપીઓને કડકમાં સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ બંધ પાળવામાં આવ્યો.

મોત મામલે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધંધુકામાં થયેલી યુવકની હત્યા મામલે હિંદુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. યુવકનાં મોત મામલે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ધંધુકાની ઘટના સાથે સંગઠનોએ રાધનપુરની ઘટનાને પણ વખોડી હતી. વિધર્મી આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી હતી.

કિશન ભરવાડ નામના યુવકની હત્યાનાં વિરોધમાં ધ્રોલ શહેર આંશિક બંધ રહ્યું

ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાનાં પડઘા જામનગરના ધ્રોલમાં પડ્યાં છે. જેથી હત્યાનાં વિરોધમાં ધ્રોલ શહેર આંશિક બંધ રહ્યું. હિંદુ સેના, માલધારી સમાજ અને અન્ય સમાજે મામલતદારને આવેદનપત્ર આપી હત્યારાઓને કડક સજાની માંગ કરી હતી.

સુરેન્દ્રનગરનાં સાયલામાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગરનાં સાયલામાં પણ ધંધુકામાં થયેલી યુવકની હત્યા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. સાયલાના વેપારીઓએ બંધ પાડીને ઘટનાને વખોડી હતી. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સાયલા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સાથો સાથ રેલી કાઢીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

વડોદરામાં પણ યુવકની હત્યાના વિરોધમાં રેલી કાઢવામાં આવી

વડોદરામાં પણ ધંધુકામાં થયેલી યુવકની હત્યાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. સ્થાનિક લોકોએ બે વિધર્મી યુવકોની ધરપકડ કરવાની માંગ કરી હતી. સાથો સાથ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. હત્યા પ્રકરણમાં મોલવીની સંડોવણી હોવાનો પણ આરોપ લાગ્યો છે.

READ ALSO :

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV