GSTV

યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રીએ અક્ષય કુમારના આ ગીર પર કર્યો જોરદાર ડાન્સ

Last Updated on October 23, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટ ટીમના સદાબહાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની થનારી પત્ની ધનશ્રી વર્મા હાલમાં તેના ભાવિ પતિને પ્રોત્સાહિત કરવા માટે યુનાઇટેડ આરબ અમિરાત ગયેલી છે. જ્યાં ચહલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. ધનશ્રી વર્મા આઇપીએલની મેચ દરમિયાન તેના પતિને ચિયર કરતી જોવા મળતી હોય છે. મેચ ન હોય ત્યારે ચહલ અને ધનશ્રી દુબઈમાં ફરતા રહેતા હોય છે.

ડાન્સમાંથી બ્રેક લેતી નથી

આમ તો ધનશ્રી ક્રિકેટ મેચો નિહાળવા માટે દુબઈ પહોંચી છે પરંતુ ત્યાં જઈને પણ તે પોતાની પ્રથમ પસંદ ડાન્સમાંથી બ્રેક લેતી નથી. હવે તેણે હોટેલની રૂમમાંથી જોરદાર ડાન્સ કરીને તે ડાન્સ ઇન્ટરનેટ પર મૂક્યો છે જેને કારણે ધમાલ મચી ગઈ છે. તેના ફેન્સ આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અક્ષય કુમારને પણ ટેગ કર્યો

દુબઈમાં ધનશ્રીએ દુબઈની શાન એવા બુર્જ ખલીફા પર તાજેતરમાં જ રિલીઝ થયેલા એક સોંગ પર ડાન્સ કરી રહી છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બોંબમાં બુર્જ ખલીફા પર એક સોંગ છે અને એ સોંગ પર ધનશ્રી ડાન્સ કરી રહી છે. તેણે આ ડાન્સનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે એટલું જ નહીં પણ તેમાં અક્ષય કુમારને પણ ટેગ કર્યો છે.


READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!