GSTV

દુબઈ પહોંચી ચહલની મંગેતર ધનશ્રી વર્મા, નવરાત્રી લૂક થઈ રહ્યો છે વાયરલ

Last Updated on October 14, 2020 by Ankita Trada

ભારતીય ક્રિકેટર અને હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે IPLમાં રમી રહેલા સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલે હજી થોડા મહિના અગાઉ સગાઈ કરી હતી. તેણે ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી હતી. ચહલની માફક તેની ફિયાન્સ ધનશ્રી પણ સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. ક્યારેક તે તેના ઠુમકા તો ક્યારેક ચહલ સાથેની તેની કેમેસ્ટ્રીને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

ચહલને ચિયર કરતી જોવા મળશે

તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે તે દુબઈ પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં જ તે મેદાન પર જઇને બેંગલોરની ટીમ તથા ચહલને ચિયર કરતી જોવા મળશે. દુબઈમાં ક્વોરન્ટીન થયેલી ધનશ્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે. તેમાં તે નવરાત્રીના લૂકમાં જોવા મળી રહી છે. તે અત્યંત સોહામણી લાગી રહી છે. તેણે એમ પણ કહ્યું છે કે 15મી ઓક્ટોબરે સ્પેશિયલ નવરાત્રી ડાન્સનો વીડિયો શેર કરશે.

તમારી સમક્ષ શેર કરવા માગું છું

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પરિવર્તન સારું છે. હે ને સારું છે ને? સુપર સ્પેશિયલ નવરાત્રી વીડિયો માત્ર તમારા લોકો માટે જ. આ વીડિયોમાં એવી ઘણી બાબતો છે જે હું તમારી સમક્ષ શેર કરવા માગું છું. આ વીડિયો મારી યૂટ્યૂબ ચેનલ પર 15મી ઓક્ટોબરે રિલીઝ થશે. ધનશ્રી એક જાણીતી ડાન્સર અને કોરિયોગ્રાફર છે. આઇપીએલના એક મહિના અગાઉ તેણે ચહલ સાથે સગાઈ કરી હતી.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!