GSTV

શુક્રવારે કરો આ ઉપાય, મા લક્ષ્મી કરી દેશે બેડોપાર

મા લક્ષ્મીની કૃપા કોને ન જોઇતી હોય ? જો માણસને ધનની કમી હોય તો નાનામાં નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે. પરંતુ આ પૈસા કાં તો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, તે બચતા નથી જેને કારણે આર્થિક સ્થિતિ સુધરતી નથી. ત્યારે મા લક્ષ્મીને રિઝવવાનાં અમે આપને કેટલાંક ઉપાય ગણાવીએ છીએ જેનાંથી તમને ક્યારેય આર્થિક તંગી નહીં થાય.

શુક્રવારે મા લક્ષ્મીની પૂજાની સાથે આ ઉપાયો જરૂર કરવા જોઇએ

-શુક્રવારે વહેલી સવારે નિત્યક્રમ પતાવીને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો. આની સાથે જ તમારા ઘરના મંદિરમાં ઘીનો દિવો પ્રગટાવો. પછી મા લક્ષ્મીની છબીની સામે બેસીને 108 વખત ‘ॐ શ્રીં શ્રીયે નમઃ’નો જાપ કરો.
-લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરો અને આની સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર હળદર અને પાણીનો છંટકાવ કરો. જો તમને આ ઉપાય કરવામાં કોઇ સમસ્યા સર્જાય તો મુખ્ય દરવાજા પર એક લોટો પાણી પણ નાખી શકો છો.

-ધન પ્રાપ્તિ માટે શુક્રવારે ઉપવાસ રાખો. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. સતત ત્રણ શુક્રવાર સુધી ભૂલ્યા વિના આ ઉપાય અજમાવવો. તમને ફાયદો જરૂર થશે.
-ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે તે માટે પીપળાના વૃક્ષના છાયામાં ઉભા રહીને ત્રાંબાના વાસણ વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ ભેળવીને પીપળાને આ પાણી ચઢાવો. આ ઉપાય કરવાથી આપનાં ઘરમાં મા લક્ષ્મીનો વાસ હંમેશા માટે રહેશે.

Related posts

Lockdownમાં સાસુ-સસરા સાથે બોર્ડગેમ રમી રહ્યો છે વિરાટ કોહલી, પોસ્ટ શેર કરી અનુષ્કાએ કહી આ વાત

Arohi

સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી સૂચનો આપ્યા, જો અમલ થશે તો કરોડો રૂપિયાની થશે બચત

Pravin Makwana

મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ બાદ હવે ઉજ્જૈનમાં પણ મેડીકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક, ના આપી વિગતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!