GSTV
Gujarat Government Advertisement

ધમાકેદાર/ સાવરકુંડલામાં પાંચ ઈંચ વરસાદ, મીની ટ્રેકટર, ચાર બાઈક તણાયા..

Last Updated on June 10, 2021 by pratik shah

ગુજરાતના ઘણા જીલ્લાઓમાં વરસાદે દસ્તક દીધી છે. અમરેલી જિલ્લામાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લો હજુ તો મહિના પહેલા ગયેલા તાઉ-તે વાવાઝોડામાંથી બેઠો નથી થયો ત્યાં વરસાદ વરસવા લાગ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. કુલ વરસાદ પાંચ ઈંચ જેટલો નોંધાયો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસ્યો

સાવરકુંડલા, ખાંભા, આંબરડી, વાંકીયા, ઈંગોરાળા સહિત રાજુલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. આંબરડી ગામ વચ્ચેથી પસાર થતા નાળામાં પુર આવ્યું હતું. તેમાં એક મીની ટ્રેક્ટર અને ચાર મોટર સાઇકલ તણાઈ ગયા હતા. સાવરકુંડલા શહેર વચ્ચેથી પસાર થતી નાવલી નદીમાં પુર આવ્યું હતું તો ચરખડીયા નજીકનો ચેક ડેમ છલકાઈ ગયો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાવરકુંડલાનો ડેમ ઓવરફ્લો થયો હતો.

વરસાદ

પુર આવતા વેપારીઓ પરેશાન થયા

આ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા તેમજ લીલીયા મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ પુર આવતા વેપારીઓ પરેશાન થયા હતા . બીજી તરફ પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાતા હાલ ખેડૂતો ખૂબ ખુશ ખુશાલ બન્યા હતા. હવે ખેડૂતો વાવણીનું કાર્ય આરંભશે તેમ ખેડૂત આગેવાન વરૃણ કુંભાણીએ જણાવ્યું હતું.

મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં પણ ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયુ છે.  હાલ ચોમાસુ સુરતથી પસાર થઈ રહ્યુ છે.  જેથી હવામાન વિભાગે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહીતના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો બીજી તરફ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના નોર્થ – સાઉથ દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપના દરિયા કાંઠે 40થી 60 કીમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા  

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!