GSTV

ધમણ 3ને લઈને વિવાદ ફરી શરૂ, કોંગ્રેસે કર્યા સીએમ રૂપાણીને વેધક સવાલો

Last Updated on August 28, 2020 by

ધમણ 3 વિવાદ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી જેમાં તેઓએ કોરોના આફતમાં સ્વદેશી ઉત્પાદન થાય તે વાતને આવકારદાયક ગણાવી. જો કે કોંગ્રેસે ધમણને લઇને સવાલો પણ કર્યા. જેમાં સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ધમણ કોરોનાની સારવારમાં અસરકારક ન હોવાની વાત કરી હતી. ત્યારે ધમણે લઇને કોંગ્રેસે સીએમ સામે કેટલાક વૈધક સવાલો કર્યા છે.

કોરોનાની સારવાર દરમ્યાન વિવાદમાં રહેલું વેન્ટિલેટર ધમણ ફરી એક વખત ચર્ચામાં છે. ધમણ બનાવનાર કંપની જ્યોતિ સીએનસીના માલિક પરાક્રમસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી વેન્ટિલેટરના વિવાદ મુદ્દે અનેક ખુલાસાઓ કર્યા. પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે અમે બનાવેલા ધમણ-3 વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ થયા છે. તેમજ ધમણ-1માં પણ કોઇ ખામી નહોતી. અમે લોકડાઉન દરમ્યાન 150 લોકોની ટીમ સાથે મળી વેન્ટિલેટર બનાવવાની શરૂઆત કરી હતી. જે બાદ અમને વેન્ટિલેટરના ઓર્ડર મળવાની શક્યતા હતી. પરંતુ અમને આ ઓર્ડર ન મળતા વેન્ટિલેટર મુદ્દે ગેરસમજણ ઉભી થઇ. ધમણ-3ને લઇને વિવાદો ઉભા કરવામાં આવ્યા પરંતુ ધમણ-3 તમામ ટ્રાયલમાં પાસ થયેલ છે. જ્યોતિ સીએનસીને 5 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર મળ્યો છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!