GSTV

Dhadak Trailer : ડેબ્યૂ ફિલ્મમાં જ જ્હાન્વીએ આપી દીધો Kissing સીન

બોલીવુડના જાણીતા સ્ટાર કિડ્સમાં સામેલ જ્હાન્વી કપૂરની ફિલ્મ ધડકનું ટ્રેલર આખરે રિલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં જ્હાનવીની સાથે સાથે શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર પણ લીડ રોલમાં છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને શશાંક ખેતાને ડાયરેક્ટ કરી છે.

3 મિનિટના ટ્રેલરમાં જ્હાન્વી-ઇશાનના રોમાંસને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. જ્હાન્વીએ ડેબ્યૂ ફિલ્મમાં જ કિસિંગ સીન આપી દીધો છે સાથે જ આ ફિલ્મમાં તેણે પોતાની નૃત્ય કળાનો પણ પરચો આપી દીધો છે. આ ફિલ્મમાં વિલન તરીકે આશુતોષ રાણા જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ધડક ફિલ્મ સુપરહિટ રહેલી મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક છે.

આ ફિલ્મના ટ્રેલરમાં પાર્ટી સૉન્ગ ઝિંગાટનું હિન્દી વર્ઝન પણ જોવા મળશે. આ સૉન્ગ પણ મૂળ ગીત બનાવનાર અજય-અતુલે જ કંપોઝ કર્યુ છે.

ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં શ્રીદેવીની કમી તો પૂર ન થઇ શકી પરંતુ જ્હાન્વીના સમર્થનમાં આખુ કપૂર પરિવાર આ ઇવેન્ટમાં હાજર હતુ. બોની કપૂરના ભાઇ અનિલ કપૂર અને સંજય કપૂર પણ પોતાના બાળકો સાથે આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.

Related posts

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!