GSTV
Home » News » Movie Review : નવા કલાકારો સાથે જૂની સ્ટોરી દર્શાવતી ફિલ્મ છે Dhadak

Movie Review : નવા કલાકારો સાથે જૂની સ્ટોરી દર્શાવતી ફિલ્મ છે Dhadak

શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર અને શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂરની ફિલ્મ ધડક આજે રિલિઝ થઇ ગઇ છે. બધાની નજર જ્હાન્વી અને ઇશાન પર જ છે. ફેન્સ જ્હાન્વીને રૂપેરી પડદે જોવા માટે આતુર છે. ફિલ્મની ફર્સ્ટ ડે ઓપનિંગ  પર ટ્રેડ એક્સપર્ટ નજર રાખીને બેઠા છે પરંતુ ફિલ્મની સ્ટોરી દમદાર નથી. ઑનર કિલિંગની તે જ જૂની સ્ટોરીને નવા કલાકરો સાથે રજૂ કરવામાં આવી છે. તેવામાં ન્યૂકમર હોવાના કારણે જ્હાન્વી અને ઇશાન પોતાની એક્ટિંગમાં કંઇ ખાસ કમાલ નથી કરી શક્યાં.

ફિલ્મની સ્ટોરી રાજસ્થાનના ઉદયપુરથી શરૂ થાય છે જ્યાં આશુતોષ રાણા એક હવેલી હોટલનો માલિક છે અને જ્હાન્વી તેની લાડલી દિકરીના રોલમાં છે. ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રિમેક છે અને તેથી આર્ચીની જેમ ધડકમાં જ્હાન્વી થોડો બોલ્ડ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાઇક ચલાવવી, છોકરાઓ પર હુકુમ ચલાવો વગેરે જેવો અંદાજ જ્હાન્વી પર સૂટ નથી કરતો. ઇશાનના પિતા એક નાનકડા રેસ્ટોરન્ટના માલિક છે અને તે અભ્યાસની સાથે તેમાં પિતાની મદદ કરે છે. તે બહારથી આવતા ટૂરિસ્ટોને ઉદયપુરના દર્શન કરાવે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ સ્લો છે અને શરૂઆતનો દોઢ કલાક ઇશાન જ્હાન્વીને ઇમ્પ્રેસ કરવામાં કાઢે છે.

ફિલ્મના સેકેન્ડ હાફમાં એક નવો વળાંક આવે છે જેમાં ઇશાન અને જ્હાન્વી સંઘર્ષ કરતાં જોવા મળે છે. સેકેન્ડ હાફમાં આજે પણ ગામડાઓમાં ચાલતી ઓનર કિલિંગની સ્ટોરીઝ વ્યક્ત કરવામાં આવી છે. ફિલ્મનો અંત એક મૌન સાથે થાય છે.

ફિલ્મનું મ્યુઝિક લોકોને પસંદ આવ્યું છે. ડાયરેક્શનમાં પણ થોડી ચૂક રહી ગઇ છે. લોકેશનનનો ઉપયોગ કરીને ફિલ્મને વધુ સારી બનાવી શકાઇ હોત. જ્હાન્વી લુકના મામલે શ્રીદેવીને પણ ટક્કર આપી રહી છે.

Related posts

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોદી સરકાર લાવી ‘ક્રાંતિકારી’ બદલાવ, લાખો લોકોને થશે ફાયદો

Bansari

અર્જુન કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રામાંથી કોણ છે સારો કિસર? પરિણીતિ ચોપરાએ કર્યો ખુલાસો

Dharika Jansari

ચૂંટણીપંચ ભાજપના દબાવમાં છે : કોંગ્રેસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!