મુંબઇ: ફિલ્મમેકર બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ ‘ધડક’થી તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે. 20 જુલાઈએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ મરાઠી બ્લોકબસ્ટર હિટ મૂવી ‘સૈરાટ’ની હિન્દી રીમેક છે. રીમેક હોવા છતાં બંને ફિલ્મોમાં મોટો ફરક છે. જાણો આ બંને ફિલ્મોમાં કેટલો તફાવત જોવા મળે છે.
ફિલ્મ સૈરાટનું મોટાભાગનું શૂટિંગ મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં થયું છે. સૈરાટનું બેકગ્રાઉન્ડ અને થીમ મરાઠી હતી તો ધડકનું બેકગ્રાઉન્ડ રાજસ્થાની રાખેલું છે. ધડકના ટ્રેલરને તમે ધ્યાનથી જોશો તો ઈશાન-જાહ્નવીના કોસ્ચ્યૂમથી આ સ્પષ્ટ દેખાય છે.
સૈટાર ખૂબ જ સિમ્પલ અને સ્વચ્છ ફિલ્મ હતી. સાચો પ્રેમ દર્શાવતી આ ફિલ્મમાં એકપણ સીન એવો નહોતો જેને તમે પરિવાર સાથે બેસીને જોવામાં ખચકાટ અનુભવતા હોય. તો બોલિવૂડ ફિલ્મ ધડકના ટ્રેલરમાં જ ઈશાન-જાહ્નવીના કિસિંગ સીન દેખાડવામાં આવ્યા છે.
ફિલ્મ ‘સૈરાટ’માં આકાશ થોસર અને રિંકૂ રાજગુરુ લીડ રોલમાં હતા અને ધડકમાં જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર લીડ રોલ પ્લે કરી રહ્યા છે. સૈરાટની સ્ટાર કાસ્ટ ખૂબ જ સાદી હતી તો ધડકમાં બંને લીડ એક્ટર્સ સ્ટારકીડ રહેલી છે.
જો આ બંને ફિલ્મોની ક્લિપ્સ અને ટ્રોલર્સ પર ધ્યાન આપીએ તો જાણવા મળશે કે ફિલ્મની સ્ટોરી મુજબ સૈરાટને ખૂબ સિમ્પલ ટ્રીટમેન્ટ અપાઈ છે. તો ધડકમાં બધી વસ્તુમાં ઘણું ગ્લેમર દેખાતી જોવા મળી છે.
ધડક અને સૈરાટ બંને ફિલ્મોના નામમાં પણ ખૂબ ફરક રહેલો છે. સૈટારનો મતબલ થાય છે પ્રેમમાં સંપૂર્ણપણે પાગલ.
તમને જણાવી દઈએ કે ફિલ્મના મ્યૂઝિકને લઈને બાકીની ઘણી એવી બાબતો છે જેમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.