GSTV
Home » News » અંધશ્રદ્ધા ફેલાવનાર ધૂતારો ધનજી ઉર્ફે ઢબુડી મા પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર

અંધશ્રદ્ધા ફેલાવનાર ધૂતારો ધનજી ઉર્ફે ઢબુડી મા પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર

ધનજી ઓડ ઉર્ફે ઢબૂડી ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. બુધવારે મોડી રાત્રે ઢબૂડી પોલીસ સમક્ષ હાજર થયો હતો, જે બાદ પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. અને નિવેદન બાદ પોલીસે ધનજીને જવા દીધો હતો. ઢબૂડીના આગોતરા જામીન ફગાવવામાં આવ્યા બાદ પોલીસે તેને નોટિસ આપતા અંતે ગઈકાલે મોડી રાત્રે ઢોંગી ઢબૂડી પેથાપુર પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયો હતો.

આ પહેલાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માના આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ જે બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યારે પોલીસ ધનજી ઓડને પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા મામલે નોટિસ મોકલી હતી. બીજી તરફ ધનજી ઓડના મકાનમાલિકે પણ તેનું મકાન ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

ગઢડાના રહીશે પેથાપુર પોલીસસ્ટેશનમાં ધનજી ઓડ સામે અરજી કરી હતી કે, તે અંધશ્રદ્ધા ફેલાવે છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, અરજદારના પુત્રને કેન્સર હોવાથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું.

READ ALSO

Related posts

આંખના પલકારે આર્ટ ગેલેરીમાંથી ચોરાઇ ગયું સોનાનું ટૉયલેટ, કરોડોમાં છે કિંમત

Bansari

OMH : સપનું આવ્યું કે સગાઈની વીંટી પેટમાં છે અને બીજા દિવસે ઓપરેશન કર્યું તો પેટમાંથી જ નીકળી

pratik shah

અમિત શાહે વિરોધીઓ પર કર્યો સૌથી મોટો પ્રહાર, ‘જે 30 વર્ષમાં ન કરી શક્યા તે અમે 5 વર્ષમાં કર્યું’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!