GSTV

આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવાયો, DGCAએ જાહેર કર્યો સર્ક્યુલર

DGCAએ નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ આજે ​​જારી કરેલા એક પરિપત્રમાં જણાવ્યું છે કે દેશમાં નિયમિત આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ કામગીરી 31 ઓક્ટોબરના રોજ રાતના 11.59 સુધી બંધ રહેશે. અગાઉ, 30 સપ્ટેમ્બર સુધી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

DGCA

DGCAએ આપી આ ફલાઈટ્સ પર છૂટછાટ

DGCAએ સ્પષ્ટ કર્યું છે કે કાર્ગો ફ્લાઇટ્સને પ્રતિબંધમાં છૂટ આપવામાં આવશે. ઉપરાંત, કેટલાંક રૂટ્સ પર વિશેષ વ્યવસ્થા સાથે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષીય કરારો હેઠળ કેટલાંક દેશો સાથે ‘એર બબલ’ વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, ‘વંદે ભારત મિશન’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ કાર્યરત કરવામાં આવી શકે છે.

22 માર્ચથી બંધ છે હવાઈ સેવા

દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું નિયમિત કામગીરી 22 માર્ચથી બંધ છે. લોકડાઉન દરમિયાન, 25 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બે મહિના બાદ 25 મેના રોજથી નિયમિત ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થઈ ગયું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!