GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

પૂર્વ IPS ડી.જી. વણઝારાએ ગુજરાત સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલો, શું આગામી ચૂંટણીની કરી રહ્યા છે તૈયારી?

વણઝારા

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા ઝંપલાવે તેવી શક્યતા છે. ડી.જી વણઝારાએ ટ્વીટ કરી ગુજરાત સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા. ડી.જી. વણઝારાએ ગુજરાતને કુશાસનથી મુક્ત કરાવવાની વાત કરી વર્તમાન સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું કે વેપારી, અસામાજિક તત્વો અને દેશદ્રોહીઓ નિર્ભય થઇને કાળા કરતૂત કરે છે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળ થી સત્તા હાંસલ કરે, રાજ્ય ને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે?

  • પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારાનું વધુ એક ટ્વીટ
  • ગુજરાતને કુશાસનથી મુક્ત કરાવવાની વાત કરી
  • વર્તમાન સરકાર પર નિષ્ફળ રહ્યાના આરોપ લગાવ્યા
  • ‘વેપારી, મધ્યમવર્ગ, ગરીબ ભયના ઓથાર હેઠળ જીવે છે’
  • ‘અસમાજીક તત્વો, દેશદ્રોહીઓ નિર્ભય થઈને કાળા કરતૂત કરે છે’
  • 2022ની ચૂંટણીમાં વણઝારા ઝંપલાવે એવી શક્યતા

તેમણે વધુમાં એક ટ્વિટમાં જણાવ્યું કે ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઈ રહ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમો, ઈસાઈઓ અને યહૂદિયોના દેશોમાં રાજસત્તા સાથે ધર્મસત્તાઓ સક્રિય છે. તો ભારતમાં કેમ નહીં ? જવાબ ગુજરાતના લોકો આપશે. ગુજરાત નવા આદર્શનો અમલ કરશે.

અગાઉ પણ તેમણે એક ટ્વિટ કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાત માં રાજકીય અસ્થિરતા નો કપરો કાળ શરૂ થયો છે. મુખ્ય મંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલ ને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી.

તેના પછી તેમણે વધુ એક ટ્વિટમાં લખ્યુ હતું કે શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળ થી સત્તા હાંસલ કરે, રાજ્ય ને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે ?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા

pratikshah

પાકિસ્તાન/ ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ બની હિંસક, ઈમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો આમને-સામને

Binas Saiyed

જળ આંદોલન! બનાસકાંઠાના 125 ગામડાઓના 25 હજાર ખેડૂતોની મહારેલી, પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે

pratikshah
GSTV